________________
શમેશ્વર મહાતથ
તેમને વનવાસના સમય પૂરા થતાં એ મૂર્તિ શક્રેન્દ્ર સૌધમ દેવલાકમાં પાછી લઈ ગયા.
“એ રીતે શ્રી મુનિસુવ્રતસ્વામીના નિર્વાણુ (માક્ષ) પછી લગભગ ૧૧ લાખ વર્ષ સુધી આ પ્રતિમાને શક્રેન્દ્રે સૌધમ દેવલાકમાં પૂ.
ત્યાર પછી શક્રેન્દ્રે આ મૂર્તિ શ્રીકૃષ્ણ-જરાસ ધના યુદ્ધપ્રસંગે શ્રીકૃષ્ણને માકલી આપી. આ મૂર્તિના સ્નાનજળનો છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર મુકાયેલી જરા વિદ્યા નાસી ગઈ.
યુદ્ધમાં જરાસ ધ મરાયા, અને શ્રીકૃષ્ણના જય થયા. તેથી ત્યાં શ ́ખપુર નામનું નગર વસાવીને તેમાં પેતે કરાવેલા નવીન જિનાલયમાં શ્રી પાર્શ્વ પ્રભુની મનેાહર નવી મૂતિ કરાવીને પોતે ભક્તિપૂર્વક પધરાવી, અને સૌધર્મેન્દ્ર આપેલી અસલ મૂર્તિ પેાતાની સાથે લઈ ગયા. ત્યાં સુંદર નવીન મ ંદિર બંધાવીને તેમાં ઉક્ત મૂર્તિને સ્થાપન કરીને શ્રીકૃષ્ણે લગભગ સાતસો વર્ષ સુધી તેને ભક્તિથી પૂછ.
“પછી કાળક્રમે આખી દ્વારિકા નગરીના દાહ થયે, ત્યારે આ મૂર્તિના પ્રભાવથી આ મ ંદિરને નાશ ન થયું. પછી સમુદ્રના અધિષ્ઠાયક દેવે આ મ ંદિર, મૂર્તિ અને દ્વારિકાના સ્થાનને સમુદ્રના પાણીમાં ડુબાડી દીધાં. ત્યાં સમુદ્રમાં મા મૂર્તિને નાગે હજારા વર્ષ સુધી પૂજી. અને ત્યાર પછી વરુણુદેવે ચાર હજાર વર્ષો સુધી પૂછ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org