________________
નિવેદન (પ્રથમ આવૃત્તિનું નિવેદન) પાલનપુરમાં ચોમાસુ પૂર્ણ કરીને ત્યાંથી વિ. સં. ૧૯૮૮માં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી ભણી જતાં માર્ગમાં મેત્રાણા, પાટણ અને ચારૂપની યાત્રા કરી અમોએ શ્રી. શંખેશ્વરજી તીર્થની સ્પર્શના કરી. ગ્રંથ લખવાના વિચારને ઉદ્દભવ
પરમ શાંતિદાયક શંખેશ્વરજી તીર્થની યાત્રા કરતાં અમને અપૂર્વ આનંદ આવ્યું. આ તીર્થ અતિ પ્રાચીન અને અપૂર્વ પ્રભાવક હેવા છતાં અહીંની ઐતિહાસિક અને વર્તમાન હકીકત યાત્રાળુઓના જાણવામાં આવે એવું કંઈ પણ સાધન પ્રાપ્ત થયું નહિ. આ કારણે ઐતિહાસિક દષ્ટિથી અને એક ભેમિયાની ગરજ સારે તેવું. આ તીર્થ અંગે એક પુસ્તક લખવાનો વિચાર મને ઉભ.
અહીંના તે વખતના મુનીમ શાહ વાડીલાલ દેવસીભાઈ લીબડીવાળા (જેઓ હાલ ભામણું તીર્થમાં મુનીમ છે) અને રાધનપુરનિવાસી શ્રીયુત વૃદ્ધિ લાલ મગનલાલ વીરવાડિયાની આ માટે વિશેષ પ્રેરણું થવાથી, વિહારની તાકીદ હોવા છતાં, બાર દિવસની અહીં સ્થિરતા કરીને આ તીર્થ સંબંધી ઘણીખરી ને બે કરી લીધી, જરૂરી કેટલાક શિલાલેખ પણ ઉતારી લીધા.
અહીંથી વિહાર કર્યા બાદ ગ્રંથ અને ભંડારોમાં શ્રી શંખેશ્વરજી સંબંધીનું અન્વેષણ કરવાનું ચાલુ રાખ્યું. વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ મુનસંમેલન પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરીને
શ્રી ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org