________________
૧૪
છે. સર્વ પ્રતાપ ભગવાન શંખેશ્વરાને છે. લેખનનો ખૂબ ઉત્સાહ પ્રગટે છે. ઠરી ગયેલી પ્રેરણા સળવળી રહી છે.” . આ પછી તે તેઓએ અમદાવાદમાં પંદર-વીસ દહાડા ગાળવા અને બાકીના શંખેશ્વર ગાળવા, તે વિચાર પણ કરી નાખે. આ માટે એ તીર્થધામમાં એક મકાન ખરીદવાની સૂચના ય એકલી દીધી.
શંખેશ્વર મહાતીર્થ પુસ્તકનું કામ પૂરા વેગથી શરૂ કયુ.
વીસમી ડિસેમ્બરની સાંજની આ વાત છે. તેનું શરીર ફલુથી પીડાઈ રહ્યું હતું. છેડે તાવ પણ હતે. પરંતુ આ તીર્થનું પુસ્તક કે ઈપણ સંજોગોમાં સમયસર પ્રગટ કરવાનો નિરધાર હતે. આ દિવસે માત્ર શંખેશ્વર તીર્થના મૂળનામ કે ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથની છબી છપાવવાની હતી. પિતાની છાપકામ વિશેની તમામ સૂઝ અને કુશળતા કામે લગાડી. શરીરમાં તાવ હતો, પણ એની પરવા કર્યા વિના ચાર જુદા જુદા રંગમાં એ છબી કઢાવી. અંધારું થયું હોવાથી કાચી આંખેને કારણે બીજે દિવસે આમાંની તસવીર પસંદ કરીને મોકલાવીશ એમ કહ્યું. જતી વેળાએ કહેતા ગયા-“હવે આવવાને નથી.”
બીજે દિવસે ફલૂના કારણે શરીર બેચેન હતું. બપોરે તાવ ધખતે હોવા છતાં શંખેશ્વર પાર્શ્વનાથની જુદી જુદી છબીઓ જોઈ પિતાને પસંદ હતી તે છબી સૂચના સાથે મેકલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org