________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
એમ માની ધર્મગુરુએ પોતાના અનુયાયીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી હોય એવી ઘટના પણ ઇતિહાસમાં બની છે. આનો સીધોસાદો અર્થ એ કે વ્યક્તિને એક ભય જાગે અને ભયને કારણે સામૂહિક આત્મહત્યામાં સામેલ થતો હોય છે. આવી જ રીતે ધાર્મિક માન્યતાને કારણે બીજાની હત્યા કરીને પછી પોતાની જાતને મારનાર આતંકવાદીઓના આત્મઘાતી હુમલાથી આપણે વાકેફ છીએ. જે આતંકવાદીઓ પોતાના શરીર પર બૉમ્બ બાંધીને હુમલો કરે છે, તેઓ પોતાના મોતને નિશ્ચિત લઈને ચાલતા હોય છે. આત્મધાત એ જ એનું અંતિમ ધ્યેય હોય છે. આજે વિશ્વભરમાં આતંકવાદની વકરતી જતી સમસ્યા એ આવા આપઘાતને વધુ પ્રોત્સાહન આપતી રહી છે. આવી વ્યક્તિના મનમાં એક ઝનુન પેદા કરવામાં આવે, એની અણસમજનો લાભ લેવામાં આવે, એના મૃત્યુને શહાદત તરીકે નવાજવામાં આવશે એમ મનમાં ઠસાવે. વળી આવી રીતે આત્મઘાત કર્યા પછી મરનારી વ્યક્તિ સ્વર્ગમાં મળનારી સુખોભરી દુનિયાનાં સ્વપ્નાં એના મનમાં સજાવે છે. આજે વિશ્વમાં આવી ઘટનાઓ વિશેષ બને છે.
એક જમાનામાં પશ્ચિમ યુરોપમાં આત્મઘાતી ધનાઓ વધુ બનતી હતી અને એ પછી પૂર્વ યુરોપમાં આવી ઘટનાઓ બનવા લાગી અને હવે એશિયામાં આત્મહત્યાના વધુ બનાવો બનવા લાગ્યા છે. માત્ર આપણા દેશની જ વાત કરીએ તો ૨૦૦૫થી ૨૦૧૫ સુધીમાં આત્મહત્યાની ઘટનાઓમાં ૧૭ ટકા વધારો નોંધાયો છે. આજે જગતમાં ૮ લાખ લોકો દર વર્ષે આત્મહત્યા કરતા હોય છે. વળી આત્મહત્યાના કેટલાય પ્રસંગો એશિયાના દેશોમાં ઢાંકપિછોડો પામતા હોય છે.
આ જગતમાં માનવ-મૃત્યુના વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને બતાવેલાં તેર કારણો પૈકીનું એક કારણ આત્મહત્યા છે અને એમાં પણ જગતમાં જાણવામાં આવતા આત્મહત્યાના દસેક લાખ જેટલા બનાવોમાં વીસ ટકા માત્ર ભારતમાં બને છે.
કેટલાક દેશોમાં ૧૫થી ૪૪ વર્ષની ઉંમરની વ્યક્તિઓના મૃત્યુના કારણોમાં ત્રીજા નંબરે આત્મહત્યા આવે છે. કેટલાક દેશોમાં ૧૦થી ૨૪ વર્ષના ગાળામાં થતાં મૃત્યુમાં બીજો ક્રમ આત્મહત્યાનો છે, વળી વાચકો, એ પણ કહી દઉં કે આ આંકડાઓ આત્મહત્યાની બનેલી ઘટનાઓના છે, પરંતુ એ માર્ગોથી એક યા બીજા કારણે પાછા વળનારા લોકોની ઘટનાઓને જો આમાં સામેલ કરીએ તો આનો આંકડો
* ૧૨