________________
તુમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
|
સામે છે. આર્થિક ભીંસ અનુભવતો યુવાન એમ માને છે કે આપધાત કરીશું એટલે આ બધામાંથી સદાને માટે મુકિત કે છૂટકારો મળશે. આજે વિદ્યાર્થીઓ પર અભ્યાસનું અતિ ભારણ છે. સ્કૂલ કે કૉલેજ, ટયુશન અને કસોટી-પરીક્ષાના સમય નીચોવી લેતા ચક્રવ્યૂહમાં એ નિરાંતનો શ્વાસ લઈ શકતો નથી. બલ્કે નિસાસા અને થાક સાથે જીવતો હોય છે. ઉદ્યોગોને પણ શરમાવે તેવી ગળાકાપ સ્પર્ધા શૈક્ષણિક જગતમાં ચાલે છે. ટકાવારી એ જ શિક્ષણનું સર્વસ્વ છે. ‘પરસેન્ટેજ બોય’નો આજે અતિ મહિમા છે. એની સાથે કૉલેજની પસંદગી કે ક્ષેત્રની પસંદગી જોડાયેલી હોય છે. આ સઘળા ભાર અને ચિંતા સાથે માતા-પિતા જીવતાં હોય છે અને બાળક કે વિદ્યાર્થી પર ટકાવારીનો બોજ લાદી દેતાં હોય છે. શિક્ષણની આ ગળાકાપ સ્પર્ધા ઘણા વિદ્યાર્થીઓને માટે ગળે ટૂંપો દેવાનું કારણ બને છે. ક્યારેક અસામાજિક તત્ત્વો અને ખાસ કરીને ધીરધાર કરનારા લોકો એની પાસેથી વ્યાજ લેવા માટે ધાકધમકીભર્યું વર્તન કરતા હોય છે. એને મારી નાખવાની વાત કરવાને બદલે એના કુટુંબીજનોનું અપહરણ કરવાનું કે એમના પર જીવલેણ હુમલો કરવાનો ભય બતાવતા હોય છે.
આવાં અસામાજિક તત્ત્વો પણ યુવાનોની આત્મહત્યાનું કારણ બને છે. આને માટે બેરોજગારી પણ ઓછી જવાબદાર નથી. રોજની બેહાલીથી તંગ આવીને વ્યક્તિ આપઘાત કરે છે. ટૅક્નોલૉજીને કારણે આજે સ્વાર્થી, સંકીર્ણ અને વ્યક્તિકેન્દ્રી બનતો સમાજ અન્ય વ્યક્તિથી વિખૂટો પડી જાય છે. એક સમયે વ્યક્તિ પોતાના કુટુંબીજનો સમક્ષ હૈયું હળવું કરી શકતો હતો, વડીલો પાસેથી માર્ગદર્શન પામી શકતો હતો. પરિવારજનો સાથે બેસીને મોકળે મને પોતાની સમસ્યાને ચર્ચી શકતો હતો, પરંતુ હવે વ્યક્તિ સ્વાર્થકી, અણુકેન્દ્રી અને એકલો-અટૂલો બની ગયો છે અનેતેથી એકલતાભર્યા વાતાવરણમાં જાગેલા આવેશને વશ વર્તીને એ આપઘાત કરતો હોય છે.
પણ માત્ર એવું જ નથી કે આ જીવનથી પરેશાન થઈને વ્યક્તિ આપઘાતના માર્ગે જતી હોય છે, એને ધર્મગુરુએ કહ્યું હોય કે પ્રલય આવવાની ઘડીઓ ગણાઈ રહી છે, અથવા તો આ દુઃખમય, પીડાગ્રસ્ત અને પારાવાર મુશ્કેલીઓથી ભરેલા, તદ્દન અર્થહીન ઐહિક જીવન કરતાં પરલૌકિક જીવન વધુ ઉમદા છે, ત્યારે આવી પરલોકિક મુગ્ધતા અને આકર્ષણ અને પોતાનું વર્તમાન જીવન ફેંકી દેવા ઉત્સાહિત કરે છે અને પછી એ આત્મહત્યા કરે છે. થોડા સમયમાં જ પ્રલય આવવાનો છે * ૧૧