________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
જૈનદર્શનને જાણે તેનાથી સ્ટ્રેસ દૂર ભાગે
T| ડૉ. પ્રીતિ શાહ
જેના પર ગુલાબ રંગનું પુષ્પ દોર્યું હોય અને આજુબાજુ કલામય ડિઝાઈન કરી હોય એવો એક કાગળ તમે લો. એ કાગળ ઉપર સુંદર મરોડદાર અક્ષરોથી તમારા સ્વજનોને કાગળ લખ્યો હોય અને પછી એક ઊંચી જાતના કવરમાં એને મૂકીને એને બીડીને કવર પોસ્ટ કરી દો. માત્ર એક જ વસ્તુ આમાં રહી ગઈ અને તે છે કવર પર સરનામું કરવાનું. બસ, આવી જ આપણી પરિસ્થિતિ છે કે આપણે બધું કરીએ છીએ, પરંતુ આપણા જીવનમાં ધર્મ પાસેથી પ્રાપ્ત એવું સાચું સરનામું કરવાનું ચૂકી જઈએ છીએ.
વાતની શરૂઆત તો ભગવાન મહાવીરસ્વામીનો અંતિમ ઉપદેશ જેમાં જળવાયો છે તેવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યાયની ત્રીજી ગાથાથી થાય છે. “સદ્દા પરમદુલ્લહા' - ધર્મતત્ત્વમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. આ ગાથાને આપણે સદંતર વીસરી ગયા, એ જ આપણી અત્યારની માનસિક સમસ્યાઓનું કારણ છે. જેણે જીવનનો પ્રકાશ આપ્યો, એ પ્રકાશને વીસરીને આપણે જીવન જીવ્યા અને એને પરિણામે આપણા જીવનમાં આપણે સામે ચાલીને અનેક પ્રકારની શારીરિક અને માનસિક વ્યાધિઓને નિમંત્રણ આપ્યું.
આપણે એવી જીવનશૈલી ઊભી કરી કે જેને કારણે જીવનમાં સતત વ્યસ્તતા
*
૭૫
–