________________
શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હ
ટકી જાય છે. સમાજમાં સાંપ્રદાયિક દુરાગ્રહો મૂકીને લોકો સાચા અધ્યાત્મમાર્ગે વળે માટે સહજાનંદ સ્વામીએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. અને આજે સ્વા. સંપ્રદાય એ દિશામાં કાર્યરત છે.
૧૮ અન્ય ધર્મદેશો
સાંપ્રત જીવનની અનેક સમસ્યાઓનું નિવારણ થઈ શકે તેવા સ્વા. સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી (સહજાનંદ સ્વામીએ સ્વયં લખેલી ધર્માજ્ઞાઓ - આચરણ અંગેની ૨૧૨ શ્લોકની નાનકડી પુસ્તિકા)માં અનેક ધર્માદશો આપેલા છે અને વચનામૃત (પ્રશ્નોતરીના રૂપમાં આધ્યાત્મિક અને વ્યવહારિક વિવિધ સમસ્યાઓ અંગે સહજાનંદ સ્વામીએ આપેલા માર્ગદર્શનનો ગ્રંથ)માં આ અંગે ખૂબ માર્ગદર્શન આપ્યું છે. તે પૈકીના કેટલાક અતિમહત્વના આદેશો જોઈએ.
૧. ધર્મકાર્યને નિમિત્તે પણ કોઈપણ પ્રકારની હિંસા ન કરવી (શિ. ૧૧) ૨. તીર્થસ્થાનમાં પણ ક્યારેય આપઘાત ન કરવો. (શિ. ૧૪) ૩. દારૂ, માંસ વગેરે અભક્ષ્યપદાર્થો ક્યારેય ન ખાવા. (શિ. ૧૫) ૪. દરેક પ્રકારના વ્યસનનો ત્યાગ કરવો. (શિ. ૧૮) ૫. ક્યારેય કોઈના ઉપર મિથ્યા આરોપ ન મુકવો. અને અપશબ્દો ન બોલવા.
(શિ. ૨૦) ૬. જે દેવદેવીની આગળ જીવ હિંસા થતી હોય તેનો પ્રસાદ ન લેવો અને
તેને માનવા નહીં. (શિ. ૨૨). ૭. દરેકે પોતાના કર્તવ્ય - ધર્મનું પાલન કરવું. કલ્પિત કે પાખંડધર્મનું આચરણ
ન કરવું. (શિ. ૨૪) ૮. પોતાનો કે પારકો દ્રોહ થાય તેવું વચન સત્ય હોય તો પણ ન બોલવું.
કોઈની લાંચ ન લેવી. અને કતદની માણસના સંગનો ત્યાગ કરવો.
(શિ. ૨૬) ૯. ભક્તિ અને જ્ઞાનનું અવલંબન લઈને લોકોને છેતરનારા, ઠગ, પાખંડી, અને
રસાસ્વાદને વિશે અતિલોલુપ એવા પાપી લોકોનો સંગ ન કરવો. (શિ. ૨૬) ૧૦. ગુરુ, વિદ્વાન, શસ્ત્રધારી અને પ્રતિષ્ઠિત લોકોનું અપમાન ન કરવું. (શિ. ૩૫)
- ૧૩૭ –