________________
શા
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કરાવો
જાપાનમાં કરેલા અભ્યાસ પરથી સાબિત થાય છે કે શાકાહારી ન ફક્ત સ્વસ્થ અને નીરોગી રહે છે પરંતુ દીર્ઘજીવી અને બુદ્ધિશાળી હોય છે.
અનેકાંતવાદ :
અનેકાંતવાદ જૈન તત્ત્વજ્ઞાનની ઈમારતનો પાયો છે. અનેકાંતવાદ એટલે એક જ પરિસ્થિતિને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવી. આ સંદર્ભમાં હાથી અને છ આંધળી વ્યક્તિઓની વાર્તા બહુ જાણીતી છે. આંધળી વ્યક્તિ હાથીને સ્પર્શ કરે છે અને હાથીના પગ થાંભલા જેવા છે તો હાથી થાંભલા જેવો હશે એમ માનશે. એવી જ રીતે બીજી આંધળી વ્યક્તિ પોતાના સ્પર્શના અનુભવને આધારે હાથીના આકાર વિશે ધારણા બાંધે છે. આપણી પરિસ્થિતિ આ આંધળી વ્યક્તિઓ જેવી છે. એને કારણે આપણા બધાના જીવનમાં ટેન્શન છે. જો અનેકાંતવાદ જીવનમાં in thing બની જાય તો તણાવ આપા જીવનમાંથી out થઈ જાય. આપણા મનના ટેન્શનને કારણે કેટલી બધી સ્વાથ્ય સમસ્યાઓ આપણા જીવનમાં ઊભી થયેલી છે. અનેકાંતવાદી દૃષ્ટિકોણથી આ બધી સમસ્યાઓ ઉડન છું થઈ શકે છે.
કર્મનો સિદ્ધાંત :
કર્મના સિદ્ધાંત અને સ્વાથ્યપ્રત જીવનશૈલીનો પણ નિકટનો સંબંધ છે. કેવી રીતે? કર્મની કાફે એટલે કે હોટેલમાં perfect timingવાળી સેવા મળે છે. દરેક કર્મ એના સમયે એનું ફળ આપે જ છે. આ વિધાનમાં જો આપણે પૂર્ણ શ્રદ્ધા રાખીએ તો જીવન માટેની આપણી મોટા ભાગની ફરિયાદો delete થઈ જાય. જે બાબતો આપણે બદલી શકતા નથી એને સ્વીકારવાની સમજદારી આવે છે અને જેને બદલી શકીએ છીએ એને બદલવાની શક્તિ આવે છે.
આવા ઘણા બધા, સ્વાથ્યની સમસ્યાઓ માટેનાં રહસ્યો જૈન ધર્મના પેટાળમાં ધરબાયેલાં છે. હા, પણ આની સાથે ઘણી મર્યાદાઓ અને પડકારો છે. જેમ કે જૈન ધર્મની દરેક બાબત સ્વાથ્યપ્રદ જીવનશૈલીના લેબલમાં fit થઈ શકશે એવી સાબિતીઓ નથી. બીજી બાજુ મેડિકલ વિજ્ઞાનના સંશોધનોની પોતાની મર્યાદાઓ
- ૧૬૨ –