________________
શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હ
શકાય. પેટ, આંતરડા, કિડનીના ઘણાખરા રોગોના ઇલાજ માટે ઉપવાસ એક અક્સીર ઉપાય છે. આપણે ત્યાં કહેવાય છે 'Prevention is beter than cure' ઉપવાસ પાચનક્રિયામાં મદદરૂપ થઈ રોગને રોકે છે. ન ખાવાથી કે ઉપવાસ કરવાથી શરીરમાં નિબળતા આવે છે એ ખોટો ભ્રમ છે. માનવશરીરની રચના એવી છે કે જ્યારે અમુક દિવસો સુધી અનાજ ન ખાવામાં આવે તો શરીર વધારાની ચરબી બાળે કે વાપરે છે.
ઉણોદરી :
જૈન ધર્મમાં બાર પ્રકારના તપમાં ઉણોદરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉણ એટલે ઓછું અને ઉદર એટલે પેટ. એ રીતે ઉણોદરીનો અર્થ થાય કે ભૂખ હોય એનાથી ઓછું ખાવું. થાળી પૂરી ભરીને જમો છતાંય એને તપ કહેવાય. ધર્મની દૃષ્ટિએ આમાં જીભ પરના સંયમની વાત છે. નિયમિત રીતે ઉણાદરી કરવામાં આવે તો શરીરમાંની સુસ્તી દૂર થઈ જાય અને શરીરમાં ચુસ્તી અને તાજગી આવી જાય. સ્વાથ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો અત્યાચારના મોટા ભાગના લાઇફ-સ્ટાઈલ રોગોનો સંબંધ Overeating સાથે છે. ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, હાઈ-બ્લડપ્રેશર વગેરે. ડાયેટિશિયન નંદિતા દિવેકર જે કરીના કપૂરના ઝીરો ફીગર માટે જાણીતી છે તેણે પોતાના પુસ્તક 'Loose your weight, don't loose your Mind'માં પણ આ જ વાત કરી છે.
રસપરિત્યાગ :
રસનો અથવા સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ એક મહત્ત્વનું તપ જૈન પરંપરામાં માનવામાં આવ્યું છે. આમાંથી માખણ, દૂધ, દહીં, મીઠાઈ, મીઠું, તેલ, વગેરેનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો આમાંથી એક અથવા વધારેના ત્યાગથી ચરબીમાં ઘટાડો થાય છે. કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે. મોટાપો, હાયપરટેન્શન અને હૃદયરોગ અટકાવી શકાય છે. સાકર, મીઠા વગરના ભોજનથી ડાયાબિટીસ, આર્થરાઈટીસ અને કિડની સંબંધિત તકલીફોથી બચી શકાય છે.
કાયકલેશ : જન ધર્મમાં કાયકલેશને એક તપ માનવામાં આવ્યું છે. કાયકલેશ એટલે શરીરને
- ૧૬૦
–