________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
આજુબાજુ જોવા મળતી મોટા ભાગની બીમારીઓ - હૃદયરોગ, બ્લડપ્રેશર, કિડની સંબંધિત રોગોનો આહાર સાથે સંબંધ છે. એક બાજુ હોટેલો, ફુડ આઉટલેટસ વધી રહ્યા છે તો બીજી બાજુ હૉસ્પિટલો વધી રહી છે. આપણી જૈન પરંપરામાં મિતઆહાર પર ભાર મૂકવામાં આવ્યો છે મિતઆહાર એટલે થોડું, મર્યાદામાં ખાવું. આહાર સાથે પવિત્રતા અને નિર્મળતા જોડાયેલી છે. ભોજન બનાવવા માટે પવિત્ર ભાવનાવાળી વ્યક્તિ અપેક્ષિત છે. આહાર સમયે મનમાં શુભ ભાવોનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. - આહારની મનની ક્રિયાઓ પર અસર થાય છે. તે મનને પણ પોષણ આપે છે જેનાથી મન વિકત, ઉત્તેજિત થાય એવો તામસી ખોરાક ત્યાગવા યોગ્ય માનવામાં આવ્યો છે.
ઉપવાસ :
આપણા માટે ખાવું જેટલું મહત્ત્વપૂર્ણ છે “નહીં ખાવું પણ એટલું જ મહત્ત્વનું છે. જ્યાં સુધી આપણે નહીં ખાવા” પર વિચાર નથી કરતા ત્યાં સુધી આહારનો વિષય પૂર્ણ દૃષ્ટિથી ચચિત નથી થતો. સ્વાથ્ય માટે સંતુલિત આહાર જરૂરી છે તો તેને માટે આહારને છોડવું પણ જરૂરી છે. ઉદાહરણ તરીકે આજના સમયની ૯૦%થી વધારે બીમારીઓ વધારે પડતો આહાર અને સ્વાદિષ્ટ, મસાલેદાર, ચટાકોદાર આહારને કારણે ઉદ્ભવેલી છે.
જૈન ધર્મમાં ઉપવાસને હંમેશાથી મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉપવાસ એટલે આત્માની પાસે વસવું. વ્યવહારિક રીતે ઉપવાસમાં અન્નના ત્યાગની વાત છે. સ્વાથ્યની દૃષ્ટિએ વિચારીએ તો અઠવાડિયે એક દિવસ ઉપવાસ કે અમુક મર્યાદા સુધીના ઉપવાસથી સ્વાથ્ય જળવાય છે. સતત કામ કરી રહેલા આપણા શરીરના તંત્રને આરામ મળે છે અને શરીરમાંના toxic (ઝેરી તત્ત્વો) દૂર થાય છે. અત્યારે નેચરોપથી વગેરેમાં ઉપવાસને એક ઈલાજ તરીકે વાપરવામાં આવે છે. “પ્રો-લોંગ ફાસ્ટિંગ ઇન જૈન ટ્રેડિશન’ પ્રકલ્પમાં પાયાનું પ્રદાન કરનારા ન્યૂરોલૉજીસ્ટ ડૉ. સુધીરભાઈ શાહના મતે ત્રણ ઉપવાસથી શરીરશુદ્ધિ થાય. આઠેક ઉપવાસથી માનસિક શાંતિ મળે. ૨૧ કે વધુ ઉપવાસથી શરીર કે ઈન્દ્રિયો પર કાબૂ મેળવી
- અ ૧૫૯ -