Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 162
________________ Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા ૨૦ સાંપ્રત સ્વાથ્યની સમસ્યા માટે મારા ધર્મનું માર્ગદર્શન ડૉ. હેમાલી સંઘવી ધર્મ અને સ્વાથ્ય માનવીની વિકાસયાત્રાનાં મહત્ત્વનાં પાસાં રહ્યાં છે. બંનેનો ઉદ્દેશ માનવજીવનને સંવારવાનો રહ્યો છે. બંને એકબીજા સાથે જોડાયેલાં છે, પણ બાહ્ય રીતે આ બંનેની પદ્ધતિઓમાં ઘણો ફરક છે. સાંપ્રત સમયમાં ધર્મને સ્વાથ્યના દૃષ્ટિકોણથી જોવાનો પ્રવાહ પ્રચલિત થયો છે. આ લેખ પણ જૈન ધર્મ આજના સમયની સ્વાથ્યની સમસ્યા નિવારવા માટે કઈ રીતે ઉપયોગી છે એની ચર્ચા કરે છે. જૈન ધર્મ વિશ્વના પ્રાચીન ધર્મોમાંનો એક છે. દરેક ધર્મમાં હોય તેમ જૈન ધર્મમાં બાહ્ય-આંતિરક, નિશ્ચયવ્યહાર, તત્ત્વ-ક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. આ બધાનો વ્યક્તિના સ્વાથ્ય સાથે નિકટનો સંબંધ છે. મોટે ભાગે આપણે સ્વાથ્ય એટલે રોગની ગેરહાજરી એવો અર્થ લઈએ છીએ, પણ આ વ્યાખ્યા તો નકારાત્મક છે. ખરેખર તો સ્વસ્થ વ્યક્તિ એટલે જે પોતાના રોજિંદા કામને ચુસ્તી અને સ્ફર્તિથી કરી શકે. આવી નીરોગી જીવનશૈલી જૈન ધર્મના માર્ગદર્શનથી શક્ય બની શકે છે. સાંપ્રત સમયની સ્વાથ્યની સમસ્યાઓ : આજનો સમય ઝડપનો છે. બધાને બધું જ ફાસ્ટ જોઈએ છે. એક ક્યારેય * ૧પ૭ –

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170