________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક
પણ વિચારરહિત નિર્વિકલ્પ થતું આવે છે.
આ રીતે નિયમિત રીતે યોગસાધના કરતા રહેવાથી શરીર પાસ ઐત્રિયો અને મન કેળવાય છે. પહેલા તે શુદ્ધ, પછી સક્રિય અને છેલ્લે શાંત બને છે. ફેફસા શુદ્ધ થઈ જાય, લોહી પણ શુદ્ધ અને તંદુરસ્ત બને. શરીરમાં સ્ફુર્તિ તાજગી સાથે અનોખા પ્રકારની શાંતિનો અનુભવ થાય છે અને માનસિક ચિંતાઓ, ઉપાધિ, તાણ, તણાવથી ધીરે ધીરે મુત્તિ અનુભવાય છે.
મિત્રો, અહીં ‘મારા ધર્મનું માર્ગદર્શન’ એટલે આપણા વડે, આપણા શરીરના આરોગ્ય અને સુખાકારી માટે આપણા જ દ્વારા કરાતી એક અનુભવસિદ્ધ અને પરીણામલક્ષી યોગસાધના - એક કલ્પવૃક્ષ સમાન છે. તેના દ્વારા આપણે જેવું ઇચ્છીએ તેવું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ.
વર્તમાન સમયની શહેરી જીવનની રફ્તાર, દોડધામ ધીરે ધીરે ઘટાડવી અને અંદરની શાંતિ, પ્રેમ-આનંદ વધે તે માટે આ સાધનાને રોજિંદા જીવનક્રમમાં ગોઠવવી ખૂબ જ જરૂરી છે. તેનાથી જીવનને જાણવાનો અને માણવાનો એક જુદા જ પ્રકારનો અનુભવ થશે અને આપણે જ આપણા મિત્ર અને માર્ગદર્શક બનીશું તો આપણા શરીરને રોગો વ્યાધિઓના ઘેરાવામાંથી દૂર રાખી શકીશું અને તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય ભોગવવા સમર્થ બનીશું,
(ધ્યાન અને યોગના અભ્યાસુ જિતેન્દ્રભાઈ કેટલીક શિબિરો અને સંસ્થાઓમાં માનદ યોગશિક્ષક રૂપે સેવા આપે છે. તેઓ પુ. બંધુ ત્રિપુટીના તીથલના સાધના કેન્દ્ર સાથે સંકળાયેલા છે).
૧૫૬