Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 159
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી માનસિક આરોગ્યની સુખાકારી માટે જાગૃત થવાનું છે અને શરીરમાં એવી કોઈ ગંભીર બીમારી, પીડાઓ પ્રવેશી ગઈ હોય તો બીજા બધા અગત્યનાં કામોને ગૌણ કરી વહેલી તકે આરોગ્યની પુનઃપ્રાપ્તિ માટે શક્ય એવા અને એટલા પ્રયત્નો કરવાનો આપણે આપણો ધર્મ બજાવવાનો છે. સૌપ્રથમ તો આપણે આપણી પોતાની ખોટી ટેવો છે તેને બદલવી પડશે. બિનજરૂરી હાનિકારક બજારૂ ખાનપાન, પૂરતી ઊંઘ પ્રત્યે બેદરકારી, શરીરને થકવી દે તેવા વધારે પડતા કામના બોજથી શરીરને સુરક્ષિત રાખવા મથવું પડશે. આરોગ્ય માટે હાનિકારક એવા બાહ્ય કારણો ઉપરાંત માનસિક તાણ-તણાવ, ચિંતાઓ, ભય, ગભરાટ, ઇચ્છાઓ, અપેક્ષાઓ, કામનાઓ એટલી જ ખતરનાક છે. આ બધાથી મુક્ત રહેવા માટે જરૂરી પગલાં લેવાં પડશે. તે માટે જે પણ આપણે પ્રયત્નો કરીએ તેમાં રોજ એક આવશ્યક કરવા જેવી ક્રિયા “યોગાસનો અને પ્રાણાયામની સાધના” છે. આ વિશે સમાજમાં ઘણી જાગૃતિ આવી છે છતાં તેની અવગણના પણ એટલી જ થાય છે. ન છૂટકે, ડૉક્ટરો જ્યારે તેની અનિવાર્યતા સમજાવે ત્યારે જ આપણે તેના પ્રત્યે અભિરુચિ કેળવીએ છીએ. શરીરને શારીરિક અને માનસિક યાતનાઓથી દૂર રાખવાનો સરળ, અસરકારક રામબાણ ઈલાજ આ યોગસાધનામાં રહેલો છે. આમ તો યોગસાધના એક આધ્યાત્મિક જીવનવિકાસની દીર્થયાત્રા છે. જીવન જીવવાની કળા, જીવનનું વિજ્ઞાન, જીવનની એક ચોક્કસ પ્રકારની રીતિ, અનોખી જીવનપદ્ધતિ. એક સ્પષ્ટ જીવનફળ છે, પરંતુ હાલ અહીં તો આપણે તેનો આરોગ્ય વિષયક હેતુ લક્ષમાં રાખીને તેનો લેવાય તેટલો લાભ લેવાનો છે. શરૂઆત વ્યાયામ, યોગાસનો રોજ નિયમિત રીતે કરતા રહેવાથી કરવાની છે. આપણી ઉંમર, શારીરિક સ્વસ્થતા અને ક્ષમતા અનુરૂપ સાધનાનો નિત્યક્રમ બનાવી લેવાનો છે. નિયમિત યોગાસનોના અભ્યાસથી શરીરને કેળવવાનું છે. શરીરને થોડો શ્રમ પડે, શરીરમાં રક્તસંચાર વેગીલો બને, શ્વાસની આવનજાવન ઝડપી બને, હૃદય અને ફેફસાં સક્રિય બને, હાડકાં અને શરીરના અવયવો લચીલા બને, શરીરની મુખ્ય આધારસ્તંભ સમી કરોડરજ્જુ નમનીય બને, શરીરમાંથી જડતા અને જકડામણ - ૧પ૪ -

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170