Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 160
________________ મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક દૂર થાય, સ્ફૂર્તિ અને તાજગી વધે એ માટે શારીરિક વ્યાયામ-કસરતો-યોગાસનો નિયમિત કરતા રહેવું જરૂરી છે. બીજા ક્રમે એક અત્યંત મહત્ત્વની ક્રિયા પ્રાણાયામ અવશ્ય કરવા જેવી છે, વિવિધ પ્રકારે શ્વાસ લેવાની, રોકવાની અને છોડવાની ક્રિયા છે. રેચક પ્રાણાયામ દ્વારા શરીરમાંથી ઘન, પ્રવાહી અને વાયુરૂપી કાર્બન કચરાનો નિકાલ કરવાનો, પૂરક પ્રાણાયામ દ્વારા શરીરમાં પૂરી માત્રામાં પ્રાણવાયુ ભરવાનો અને કુંભક પ્રાણાયામ દ્વારા તે પ્રાણવાયુને શરીરના દરેક વિભાગમાં ઊંડે સુધી પહોંચાડવાનો પ્રયોગ છે. તે ઊંડા શ્વાસોચ્છ્વાસની ક્રિયા વડે શરીરને જોઈતો પૂરી માત્રામાં પ્રાણવાયુ પૂરો પાડવો અને રેચક દ્વારા શરીરમાંથી તમામ કાર્બન વાયુ બહાર ફેંકી દેવો એ અત્યંત મહત્ત્વની ક્રિયા છે. બન્ને નસકોરા વડે ધીરે ધીરે શ્વાસને અંદર શાંતિપૂર્વક ગ્રહણ કરવો, ફેફસાં પુરેપૂરા ભરવા અને લયબદ્ધ રીતે શ્વાસ લેવો એ જ રીતે લયબદ્ધ રીતે ધીરે ધીરે ઉચ્છશ્વાસ શાંતિપૂર્વક બહાર છોડવો, ફેફસાં પૂરેપૂરા ખાલી કરવા. આ ઊંડા શ્વાસ Deep Breathing લેવાની એક આદર્શ રીત છે. આશરે ૪-૫ મિનિટ આ પદ્ધતિથી શ્વાસની લે-મૂક કરવાથી એ દરમિયાન શરીરમાં વધુ પ્રમાણમાં પ્રાણવાયુ ભરાય છે અને તમામ પ્રકારનો કાર્બનરૂપે મળ શરીરની બહાર નીકળી જાય છે. તેનાથી ફેફસાં શુદ્ધ થાય છે. શરીમાં ફરતું લોહી શુદ્ધ થાય છે. શરીરમાં કાર્યરત દરેક પ્રકારના તંત્રો જેવા કે મગજ-વિચારતંત્ર, ચહેરા પરની પાંચેય ઇન્દ્રિયોનું સંવેદનતંત્ર, કંઠ, સ્વરતંત્ર, ફેફસા-શ્વસનતંત્ર, હૃદય-રક્તાભિસરણ તંત્ર, મૂત્રપિંડ-કિડની-ઉત્સર્ગ તંત્ર, ગુપ્તાંગો-પ્રજનન તંત્ર, મળદ્વાર, મળ વિસર્જન તંત્ર અને આપણા શરીરને સ્થિર અને ટકાવી રાખતું હાડપિંજર અસ્થિતંત્ર. આ બધા જ મંત્રોનું શુદ્ધિકરણ અને પુષ્ટિકરણ કાર્બન વાયુનો નિકાલ થવાથી અને પૂરી માત્રામાં પ્રાણવાયુની પુષ્ટિ કરવાથી શક્ય બને છે. આસનો અને પ્રાણાયામનો આ રીતે પ્રયોગ કરી પછી શાંત અને સ્થિર બેસી રહેવાનું છે જે દરમ્યાન શરીરની ઇંદ્રિયો આંખ, કાન, નાક વિગેરે અંતર્મુખ બને છે, શાંત બને છે. શ્વાસ પણ શાંતપણે અને સ્થિર થાય છે અને ધીરે ધીરે મન ૧૫૫

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170