________________
શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હ
કષ્ટ આપવું. શરીરનાં વિવિધ આસનોનો આમાં સમાવેશ થાય છે. જ્યારથી આપણે વંદના, ખમાસણાથી દૂર થયા છીએ ત્યારથી યોગ, ફીટનેસ-exercise અને gymની જરૂર વધી ગઈ છે. એટલે કે જૈન ધર્મની ક્રિયાઓ અને અનુષ્ઠાનોના સ્વાથ્યની દૃષ્ટિએ ઘણા ફાયદા છે.
ધ્યાન :
ધ્યાનને જૈન પરંપરામાં આંતરિક તપ ગણવામાં આવ્યું છે. અહીં મનને એકાગ્રિત કરવાની વાત છે. આજના સમયમાં મોટા ભાગના લોકોને ચિંતા અને ટેન્શન સતાવે છે. ધ્યાન આપણા મનને સાફ કરી એને રિચાર્જ કરવાનું કામ કરે છે. ધ્યાન માનસિક તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. એક જબરદસ્ત માનસિક શાંતિનો અનુભવ થાય છે.
શાકાહાર :
અહિંસાનો સિદ્ધાંત જૈન ધર્મનો પ્રાણ માનવામાં આવે છે. હિંસાનું અલ્પીકરણ એ અહિંસક આહારનું મુખ્ય સૂત્ર છે. આ શાકાહારી જીવનશૈલીથી શક્ય છે. સ્વાથ્ય અને સંસ્કારના દૃષ્ટિકોણથી પણ શાકાહાર શ્રેષ્ઠ વિકલ્પ છે. ભારતીયોમાં સૌથી વધુ જોવા મળતી ત્રણ લાઈફસ્ટાઈલ બીમારી હાઈ બ્લડપ્રેશર, આર્થરાઇટીસ અને ડાયાબિટીસ, ટાઈપ-ટુ માંસાહાર સાથે સંકળાયેલી છે. સ્ટ્રેસ, કસરતનો અભાવ થાય ખોટી આહારશૈલીને લીધે હાઈ બ્લડપ્રેશર થાય છે. માંસાહારથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. સાત વર્ષ ચાલેલા એક અભ્યાસમાં શાકાહારીઓની તુલનાએ માંસાહારીઓમાં બ્લડપ્રેશર વધવાનું જોખમ વધુ જોવા મળ્યું હતું. શાકાહારીઓનું કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું હોય છે. સ્વીડિશ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સંધિવા માટે જવાબદાર તત્ત્વો સામે વેગન ડાયેટ લડે છે. અભ્યાસના પરિણામમાં જાણવા મળ્યું હતું કે વેગન ડાયેટ લેનારાઓમાં ચરબીનું પ્રમાણ ઓછું થયું હતું અને સંરક્ષણાત્મક એન્ટિબોડીઝનું પ્રમાણ વધ્યું હતું. અનેક સંશોધકોએ સાબિત કર્યું છે કે શાકાહારી વધારે શક્તિશાળી, ઉદ્યમી, વધારે વજન ઉપાડી શકે એવા, શાંતસ્વભાવી અને ખુશમિજાજી હોય છે.
-અ ૧૬૧
–