________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન
હો
ખતમ ન થાય એવી હરીફાઈમાં આપણે દોડી રહ્યા છીએ. આ પરિસ્થિતિએ આપણા જીવનમાં ઘણા રોગોને જન્મ આપ્યો છે. પહેલાના સમયમાં સાદું જીવન અને ઉચ્ચ વિચારોની બોલબાલા હતી. અત્યારે lifestyle diseases (જીવનશૈલીને કારણે થતા રોગો)નો જમાનો છે. આજના સમયમાં આપણે ઘણાં બધાં પ્રલોભનો અને પડકારોનો સામનો કરી રહ્યા છીએ. જેમ કે મોબાઈલ, મોલ અને મલ્ટિનેશનલ કંપનીઓ. આ બધાના પરિણામ સ્વરૂપે આપણી આજુબાજુ આપણને હૃદયરોગ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગો બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આ રોગો પાછળનાં કારણોને ત્રણ વર્ગોમાં વિભાજીત કરી શકાય - શારીરિક, માનસિક અને પર્યાવરણીય. શારીરિક કારણોમાં આહાર અને જીવનશૈલી એ બે સૌથી મુખ્ય બાબતો છે. માનસિક કારણોની વાત કરીએ તો ટેન્શન મોટા ભાગની બીમારીઓનું મૂળ છે. તો બીજી બાજુ ભોગવાદી જીવનશૈલીને કારણે પર્યાવરણીય પ્રદૂષણે માઝા મૂકી દીધી છે. આ બધી સમસ્યાઓમાં જૈન ધર્મ માગદર્શરૂપ બની શકે છે.
રોગ : ઉપચાર અને બચાવ
સ્વાથ્યની સમસ્યા સાથે બે પ્રકારના અભિગમ રાખી શકાય. ઉપચારાત્મક અને સંરક્ષણાત્મક. રોગ થાય પછી એના ઇલાજ માટે કરાતા ઉપાયો મોટે ભાગે નકારાત્મક હોય છે. ઉત્તમ પરિસ્થિતિ એ કહી શકાય કે રોગ ન થાય એવી રીતની જીવનશૈલી અપનાવવી. દવાઓથી રોગને મર્યાદિત કરી શકાય કે રોકી શકાય, પણ રોગ પાછો ન થાય એ માટેના ઉપચાર સકારાત્મક હોવા જરૂરી છે. જૈન ધર્મના તત્ત્વ, ક્રિયાઓ અને તપ આમાં વિશેષ રીતે ઉપયોગી બની શકે.
આહાર :
આપણે બધા શરીરધારી જીવો છીએ. શરીર છે માટે ભૂખ છે, ભૂખ છે એટલે આહારની જરૂરત છે. આપણા જીવનનું પૂર્ણચક્ર આહારથી સંચાલિત થાય છે. આપણી બધી વૃત્તિઓ આહારથી સંચાલિત થાય છે. એમ સમજો ને કે કેટલાક જીવવા માટે ખાતા હોય છે, કેટલાક ખાવા માટે જીવતા હોય છે. આમ તો જીભ માટે, સ્વાદ માટે જરૂરથી વધારે જ્યારે ખાવામાં આવે છે ત્યારે ખરેખર તો એક ભાગ જ શરીર માટે હોય છે અને ત્રણ ભાગ ડૉક્ટરો માટે હોય છે. આપણી
-અ ૧પ૮
–