________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન
હો
અને ડેબિટ કાર્ડ વચ્ચે ફંગોળાયા છે. ઉપભોક્તાઓને પૈસાની ભૂખ જગાવી છે. બજાર સડક નથી પરંતુ ઘના દરવાજે છે, ડ્રોઈંગરૂમમાં છે, બેડરૂમમાં છે, અલમારી અને કીચનમાં છે, શરીરનાં અંગો પર છે. સહુથી મહત્ત્વનું તો મનુષ્યમાં મનમાં છે. ટૂંકમાં ઇચ્છાઓના જગતમાં સૌરવિહાર એટલે “ઉપભોક્તાવાદ”. આ વાદે જીવનની ફિલસૂફી બદલી નાખી. પહેલાં આબરૂ એ મૂડી ગણાતી, હવે મૂડી એ જ આબરૂ ગણાય છે, જળ, જમીન અને જંગ પર મનુષ્યનું આક્રમણ - એ આ વાદનો બીજું દૂષણ.
* માનવજીનની આ બહિર્મુખતા એ ત્રીજું દૂષણ.
આ વકરેલી સમસ્યાને નાથવાની જડીબુટ્ટી મારા જૈન ધર્મે પાસે છે તે જોઈએ. જીવનનો ઘાટ ઘડવો હોય તો તેને અગ્નિની જેમ તપાવવું પડે. “શુદ્ધિ' એ ધર્મ માટે આવશ્યક ગણાયવેલ તત્ત્વ છે. સદાચાર, સદવિચાર અને સત્યવાણીનો સમન્વય એ જ મૂળ ધર્મ છે. નીતિની આ ભૂમિકા તૈયાર થયા બાદ જ મૌલિક ધર્મનો આરંભ થાય છે. ચૈતન્યપ્રીતિ એ મૌલિક ધર્મનું લક્ષણ છે. સંયમ અને તપથી ધર્મનો પારો ક્રમશઃ વધે છે.
જૈન ધર્મમાં મોક્ષ પ્રોપ્તિનો માર્ગ સંયમ થકી જ મળે છે તે સ્પષ્ટ છે, પણ પ્રત્યેક વ્યક્તિ માટે સંયમ શકાય ન હોય. તેથી નિયમ વ્રત બે પ્રકારે દર્શાવ્યા છે. ૧) સર્વવિરતિ ધર્મ ૨) દેશવિરતિ ધર્મ.
મનુષ્ય સંસારનો ત્યાગ કરી કઠોર મહવ્રતનું પાલન કરી સંયમજીવન સ્વીકારે તે સર્વવિરતિ ધર્મ
શ્રાવક-શ્રાવિકા માટે અગ્રવત ધારણ કરી અંશતઃ સરળ માર્ગે વ્રતપાલનનો માર્ગ બતાવ્યો છે તે દેશવિરતિ ધર્મ સંસારીઓ માટે પાંચ મહવ્રત સાથે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ કુલ બાર વ્રત દાખવ્યા જેણે કારણે સાંપ્રત સમયની માત્ર ‘ઉપભોક્તાવાદ' જેવી સમસ્યા જ નહિ, પ્રત્યેક સમસ્માનું નિરાકરણ થઈ શકે.
પાંચ અણુવ્રત : ૧. પ્રાણાતિપાત વિરમણ વ્રત - હિંસા ન કરવી. ૨. મૃષાવાદ વિરમણ વ્રત - બીજાની માલિકીની વસ્તુ સ્વીકારવી નહીં
- ૧૪૨ "