________________
મમમ
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન
ક
ભૂમિ સંરક્ષણ અર્થાત્ પૃથ્વી સંરક્ષણ માટેની યાચના અને તેને સંગ્રહિત કરવા વિષયક મંત્રો જોવા મળે છે.
વર્તમાન સમયમાં પ્રકૃતિ તથા પૃથ્વી વિષયક જે સમસ્યાઓ જોવા મળી રહી છે તેના નિવારણ રૂપ કે માર્ગદર્શન રૂપ ભૂમિકાકત કેટલાક મંત્રોમાં રહેલો ગૂઢાર્થ અત્રે પ્રસ્તુત છે.
પ્રસ્તુત સૂનના પ્રથમ મંત્રમાં પૃથ્વીનું સંરક્ષણ કરનાર મનુષ્યોમાં કેવા પ્રકારના ગુણો કે કાર્તવ્યનિષ્ઠા હોવી જોઈએ એ જણાવે છે - પૃથ્વી સત્ય, વ્યવસ્થા, દક્ષતા તેના પ્રત્યેની ફરજો તથા બિલદાનના ભાવથી માતૃભૂમિનું પાલન-પોષણ અને સંરક્ષણ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો સ્વાર્થપૂર્ણ કે મહત્ત્વકાંક્ષાઓથી ઘેરાયેલ મનુષ્ય (વર્તમાન સમયના મનુષ્યોની જે સ્થિતિ) માતૃભૂમિને પુષ્ટ તથા વિકસિત નથી કરી શકતો. પૃથ્વી પર રહેનાર દરેક જીવની મહત્તા તેમ જ પૃથ્વી પર રહેલ ચેતન તત્ત્વની સાથેસાથે આસપાસની પ્રકૃતિ અને વાતાવરણ આ બંને એકબીજાનાં પૂરક છે, જે સંસારના નિયમોથી યુકત એકબીજાને જકડી રાખે છે એમ અર્થઘટિત કરી શકાય.
દ્વિતીય મંત્રમાં ભૂમિ પર મનુષ્યોમાં ગુણ, કર્મ અને સ્વભાવની ભિન્નતા હોવા છતાં પણ પરસ્પર ઐક્યતાનો ભાવ રહેલો હોવાની વાત થઈ છે. આમાં વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવના છલકાઈ આવે છે. ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત પાયો એવો ‘વિવિધતામાં એકતા’નો ભાવ સ્પષ્ટ દેખાય છે.
સૂક્તના છઠ્ઠા મંત્રમાં માતૃભૂમિની વિશેષતાઓ કે મૂળભૂત ગુણોની રજૂઆત થઈ છે જેમાં પૃથ્વીને બધા જીવોનું પોષણ કરનારી, ખનિજોનો ભંડાર ધરાવનારી, સોનારૂપી વક્ષઃસ્થળ યુક્ત, જેની અંદર રહેલ વૈશ્વાનર (પ્રાણાગ્નિ)થી મનુષ્યોનું જીવન બનાવનારી કહેવાયું છે.
અત્રે પૃથ્વીની અંદર રહેલ તત્વોનું દરેક મનુષ્યને માટે જરૂરી હોવાની સાથે સાથે તેનો વિવેકપૂર્વકનો વપરાશ તથા પૃથ્વીના આ વરદાનરૂપ અંગોનું અર્થાત્ તત્ત્વોનું સંરક્ષણ કરવાનો ગૂઢાર્થ પણ નજરે ચઢે છે.
સૂક્તના અન્ય કેટલાક મંત્રો પૃથ્વીના હિમાચ્છાદિત પર્વતો અને વનપ્રદેશ રમણીય હોવાનું તથા તેઓ પ્રકૃતિને ટકાવી રાખવામાં અગ્રેસર હોવાનું ભારપૂર્વક
૧૪૯