________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ” દ્વારા ઋગ્યેદ સંહિતા, યજુર્વેદ સંહિતા, સામવેદ સંહિતા તથા અથર્વવેદ સંહિતાનું એક નિશ્ચિત સિદ્ધાંતના આધારે સર્વપ્રથમ વાર સંકલન કરવામાં આવ્યું.
સમયાંતરે બધા જ વેદોની ઘણી શાખાઓ વિભક્ત થવા પામી. એ જ પ્રકારે અથર્વવેદની પણ પતંજલિ ઋષિના સમય સુધીમાં નવ શાળાઓ સંહિતારૂપે મળી રહી હતી, પરંતુ આજે માત્ર બે જ શાખા સંહિતાઓ મળે છે.
૧) શૌનક શાખાકીય અથર્વવેદ સંહિતા ૨) પપ્પલાદ શાખાકીય અથર્વવેદ સંહિતા
આધુનિક યુગમાં વેદાધ્યયનના પ્રારંભિક કાળમાં અધિકતમ પાશ્ચાત્ય સંસ્કૃતિના વિદ્વાનો દ્વારા અથર્વવેદને ‘અભિચાર’ સંબંધી મંત્રોનું એક સંકલન માનવામાં આવ્યું હતું જેમાં ‘વેતયાતું' અર્થાત્ White Magic સંબંધી મંત્રો અથર્વ ઋષિના જ્યારે ‘UTયાતુ' અર્થાત્ Black Magic સંબંધી મંત્રો અંગિરસ ઋષિના હોવાની માન્યતા હતી જે બિલકુલ જ ખોટી છે. અથર્વવેદ અંતર્ગત “ઐહિક’ અને ‘આમુષિક' બંને પ્રકારના વિષયોને સંબંધિત મંત્રો જોવા મળે છે. અન્ય શબ્દોમાં કહીએ તો અથર્વવેદમાં વૈશ્વિક સ્તરે રહેલ દરેક વિષયો સંબંધિત મંત્રો સંકલિત થયેલ છે.
અથર્વવેદના અનેક નામ વૈદિક વાડ્મયમાં પ્રાપ્ત થાય છે - અથર્વવેદ, બ્રહ્મવેદ, અમૃતવેદ, આત્મવેદ, અંગિરોવેદ, અથર્નાગિરસ વેદ, ભૃગ્વાંગિરસવેદ ઇત્યાદિ.
સંપૂર્ણ અથર્વવેદમાં ૨૦ કાંડ મળે છે. અથર્વવેદના દ્વિતીય ભાગના બારમાં (૧૨) કાંડની શરૂઆત ભૂમિ અર્થાત્ પૃથ્વી-સૂક્તથી થાય છે, જેની અંતર્ગત ૬૩ મંત્રો રહેલ છે.
ભૂમિસૂક્ત અથર્વવેદનો એક મહત્ત્વનો ભાગ એ ૧૨મા કાંડનો પ્રથમ સૂક્ત એવું ‘ભૂમિસૂક્ત” છે. પ્રસ્તુત ભૂમિસૂક્ત’ને ‘પૃથ્વીસૂક્ત” અથવા “માતૃભૂમિ સૂક્ત' તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્રે રહેલ “ભૂમિ' અર્થાત્ “પૃથ્વી”ને કેટલાક વિદ્વાનો ‘ભૂમંડળ'ના વાચકશબ્દ માને છે, જેમાં કાંઈ ખોટું નથી.
ભૂમિસૂક્ત અંતર્ગત માતૃભૂમિની વિશેષતાઓ, એના પ્રતિ કર્તવ્યોનો બોધ, કર્તવ્યપાલન કરનારના ગુણે, ભૂમિ પ્રત્યેની પ્રવૃત્તિ અને મર્યાદાઓનો ઉલ્લેખ,
-મ ૧૪૮ -