________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી develop કરી રહ્યા છીએ, પણ આપણું સંવેદન તંત્ર જડ બની રહ્યું છે. ઉપભોગવૃત્તિએ સાધનને જ સાધ્ય બનાવી દીધું. શરીર ઉપરની આસક્તિ, મોહ કે મૂછ ઘટી જશે તે દિવસે ભોગવૃત્તિ સીમિત બની જશે. ભોગવૃત્તિ ઘટતાં યોગવૃત્તિનો આરંભ થશે. જેની પાસે ઘણું છે તે સુખી નથી, જે “ઘણા’ વિના ચલાવી શકે છે તે સુકી છે. તમે સંસારમાં છો કે તમારામાં સંસાર છે? - આ પ્રશ્નનો ઉત્તર વ્યક્તિગત ધોરણે મેળવવાની જરૂર છે. જીવન એક અનુષ્ઠાન છે. પદ્ગલિક સામર્થ્યની સાંકળ તૂટે છે ત્યારે “સ્વભાવમાં પ્રવેશ થાય છે. ધર્મ અને ધર્મના વ્રતે મનુષ્યની પ્રકૃતિ બદલવામાં કારણભૂત બને છે. પ્રકૃતિ બદલાય ત્યારે પરિવર્તન આવે. ઉછીના સંસ્કારોને છોડવા માટે મન સશક્ત બને જો સાચી સમજણ કેળવાય. જૈન ધર્મ અને તેમાં દર્શાવેલ વ્રતો સાંપ્રત સમસ્યાઓના નિરાકરણને દર્શાવે છે. એટલું જ નહીં પણ કોઈ પણ કાળમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર તેમાંથી મળી રહે છે. વ્રતયુક્ત જીવન નિરસ નહીં પણ મનુષ્યને સશક્ત બનાવે છે. આત્મિક બળકટતા જીવને શાંતિ અને સુખના માર્ગે લઈ જાય છે.
(જૈન ધર્મનાં અભ્યાસુ પ્રીતિબહેને મુંબઈ યુનિ.માં જેનોલૉજીનો અભ્યાસ કર્યો છે. સેમિનારમાં વિવિધ વિષયો પર શોધપત્રો પ્રસ્તુત કરે છે).
- ૧૪૬ –