________________
મમમ
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન
ક
દર્શાવવામાં આવ્યું છે, જેનો કોઈ પણ મનુષ્ય આહત કે નુકસાન ન પહોંચાડે એવી અભ્યર્થના પણ દેખાય છે.
ભૂમિસૂક્તના બારમા મંત્રમાં પૃથ્વી અને મનુષ્ય વચ્ચે માતા અને પુત્રનો સંબંધ દર્શાવાયો છે. ‘માતા ભૂમિ: પુત્રો સદ્ઘ પૃથિવ્યા:।' આ સૂત્રનો ગૂઢાર્થ સમજીએ તો જેમ એક પુત્ર તેની માતા પ્રત્યે જે પ્રકારે પ્રેમ ધરાવે છે, તેનું રક્ષણ કરે છે અને સીંચે છે એ જ પ્રકારે પૃથ્વીરૂપી માતાને પણ દરેક મનુષ્યએ તેનું સંરક્ષણ તથા સંવર્ધન કરવું અનિવાર્યરૂપ ફરજ બને છે.
મનુષ્યોએ પૃથ્વી અને તેનાં તત્ત્વો પ્રત્યે દક્ષતા અને બલિદાન આ બંને ગુણો થકી તેની આસપાસ રહેલ પર્યાવરણનું રક્ષણ કરવું ઘટે જ. પૃથ્વીનું સંરક્ષણ કરવા થકી જ તે ટકી રહેશે અને સંવર્ધન પામશે તો અને તો જ સંસાર ટકી શકશે. મનુષ્યોમાં પૃથ્વી પ્રત્યે સેવાભાવ કે અહિંસાભાવ જાગૃત થવો આવશ્યક છે. જો પૃથ્વી પ્રત્યે આ ભાવ નહીં કેળવાય તો માતૃભૂમિનું અને ત્યારબાદ સંસારનું નિકંદન થવા પામશે. વર્તમાન સમયમાં થતાં વન વિસ્તારનો નાશ અનેક ગંભીર સમસ્યાઓને નોતરી રહ્યું છે, જેમાં ધરતીકંપનું મુખ્ય કારણ વૃક્ષોનાં મૂળિયાં જમીનને જકડી રાખવાનું કાર્ય કરે છે તે જ કપાવવા લાગ્યાં છે જે ઘોર વિનાશનું પ્રાથમિક કારણ બની રહ્યું છે તેનો એકમાત્ર ઉપાય પૃથ્વીનું સંરક્ષણ અર્થાત્ વન-વૃક્ષોનું સંવર્ધન જ એકમાત્ર ઉપાય રહેલો છે એવું અનેક મંત્રોમાં ગૂઢાર્થરૂપે રહેલો જોવા મળે છે. પૃથ્વીની આવી પરિસ્થિતિ કે એના સંરક્ષણની સ્થિતિ ‘કલિયુગ’માં થશે એનો ખ્યાલ ષિ દ્વારા હજારો વર્ષો પૂર્વે કરેલ છે તે અચંબો પમાડનાર છે.
ઋષિએ પૃથ્વીના ગુણો થકી પણ મનુષ્યને તેની મહત્તમતા અને અત્યંત ઉપયોગિતાનું માર્ગદર્શન પૂરું પાડયું છે. ઋષિ જણાવે છે કે પૃથ્વી શ્રેષ્ઠતમ સુગંધિત ઔષધિઓ અને વનસ્પતિઓથી સુશોભિત, સ્વર્ણ-રત્નાદિ અમૂલ્ય ખનિજ પદાર્થોથી યુક્ત, ધર્મધારિણી, સર્વપાલનકર્મી પ્રચૂર માત્રામાં અન્નાદિ ઉત્પન્ન કરનારી છે.
સૂક્તના ૩૪-૩૫મા મંત્રોમાં પૃથ્વી પર ચાલવા-દોડવા, બીજ રોપવા માટે ફળાદિનો ઉપયોગ કરી તેનાં મર્મસ્થાનો પર હાનિ પહોંચાડવા બદલ ક્ષમા યાચના કરાઈ છે જેને આજના યુગમાં પૃથ્વીને સ્વાર્થરૂપ બનીને ક્ષત-વિક્ષત મનુષ્ય કરી રહ્યો છે. તેને હૃદયહીન બનેલ મનુષ્યોને અટકાવવા રૂપ આ મંત્રમાં ઋષિ પ્રકાશ
૧૫૦