________________
૧૮
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
‘ભારતીય વૈદદર્શનમાં પૃથ્વી સંરક્ષણના ઉપાયો
[] ડૉ. નમન બૃહદ બુચ
ભારતીય સંસ્કૃતિ એ અનેક ધર્મવ્યવસ્થા અને માન્યતાઓ ધરાવનાર વિશ્વની એકમાત્ર સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ અંતર્ગત હિન્દુ, મુસ્લિમ, ઇસાઇ, શીખ તથા પારસી જેવા અનેક ધર્મો રહ્યા છે. હિન્દુ ધર્મનો પાયો અર્થાત્ મૂળ ‘વેદ દર્શન’માં રહેલો છે. ‘વેદ દર્શન’ એ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ તથા વિશ્વમાં સૌથી પ્રાચીનતમ મનાતા ધર્મગ્રંથોમાં સમાવિષ્ટ છે.
વેદદર્શન ઃ ભારતીય હિન્દુ સંસ્કૃતિના પાયા સમાન ચાર વેદો મળે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વવેદ.
ઋગ્વેદમાં અનેક દેવતાઓની સ્તુતિ, યજુર્વેદમાં યજ્ઞ-વેદી ક્રિયાઓ વિષયક મંત્રો, સામવેદમાં સંગીત-નાટયશાસ્ત્ર વિષયક મંત્રોનો મુખ્યત્વે સમાવેશ થયો છે. જ્યારે અથર્વવેદ અંતર્ગત જનસામાન્ય જીવનથી જોડાયેલ અનેક વિષયો પર મંત્રો જોવા મળે છે.
અથર્વવેદનો પરિચય :
સાક્ષાત્કૃત ઋષિઓ દ્વારા થયેલ સાધનારૂપ તપશ્ચર્યા થકી બ્રહ્માંડની સંરચના તથા એના વિભિન્ન તત્ત્વોના સ્વરૂપ વિષયક સ્થાનની જે અનુભૂતિ પોતાની અંતઃચેતનામાં કરી એક જ જ્ઞાનની ‘વેદસંજ્ઞા' છે.
૧૪૭૦.