Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 148
________________ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ ણ ૩. અદત્તાદાન વિરમણ વ્રત - બીજાની માલિકીની વસ્તુ સ્વીકારવી નહીં. ૪. મૈથુન વિરમણ વ્રત - જીવનમાં અબ્રહ્માદિ દૂષણો વિકસાવવા નહીં. ૫. પરિગ્રહ વિરમણ વ્રત - જરૂરિયાત કરતાં વધુ વસ્તુ ભેગી કરવી નહીં. અણુવ્રતોને બૌદ્ધિક ભાષામાં અહીં મૂક્યા છે. પાંચ અણુવ્રતોના સરવાળામાં ‘હિંસા પરમો ધર્મ ની જ છાયા દેખાશે. ઉપભોક્તાવાદે કારણે લોકો માત્ર લક્ષ્મી આરાધક બન્યા, યંત્રને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાપરવાર લોકોના ભૂખમરાનું કારણ બન્યા. વ્યવહાર કે વિચારમાં પરપીડન વૃત્તિ, લોકોના ભૂખમરાનું કારણ બન્યા. વ્યવહાર કે વિચારમાં પરપીડન વૃત્તિ, સ્વાર્થ ખાતર દગો કરવો, છેતરવું, લુચ્ચાઈ કરવી, ખોટું બોલવું – આ બધા જ હિંસાનાં જુદાં જુદાં રૂપો છે. લૂંટારા તો કોઈક જ વાર લૂંટે, પણ આવા મૂછે તાવ દઈને લૂંટનારા રોજ રોજ લૂંટ ચલાવે છે. ધન, યશ, આશા, આજીવિકા, સલામતી, પ્રાણ અને સપનાંની લૂંટ હિંસાના રૂપ છે. દૃષ્ટાંત તરીકે – લગ્નજમણમાં વૈવિદ્યસભર વાનગીઓમાં જીવહિંસા, ભોજનવિધ્ય. - કટુવચન, વાક્યાતુરી, કોર્ટ-કચેરીમાં સહ સ્વરૂપે બોલાતા જૂઠાણાં - કરચોરી, વ્યાપાર વ્યવહારમાં ભેળસેળ, અનીતિનું આચરણ. (પુણિયા શ્રાવકની શ્રાવિકાઓ પડોશીઓને ત્યાંથી કહ્યા વગર એક છાણું લાવી તેના દ્વારા રસોઈ કરી, તેથી શ્રાવકનું સામાયિકમાં મન ન ચોંટું.)(પૂણિર્યા શ્રાવક) - લગ્નબાહ્ય અનૈતિક સંબંધો, ટી.વી., સિનેમા ઈત્યાદિતી શૃંગારનો પ્રભાવ. - અગણિત વૈભવ, વસ્તુ, કપડાં, ઘરેણાંનો પરિગ્રહ. ઉપર્યુક્ત દૃષ્ટાંતોથી આપણા જીવનમાં વ્યાપ્ત વ્રતવિહીન જીવન ગણી શકાશે. આ પાંચ અણુવ્રતતોને પાળનાર અનીતિ-અવિશ્વાસઘાત - આરંભ - સમારંભના વિપુલ ધંધામાંથી મુક્ત થાય છે, લોકમાં પ્રશંસા, ચિત્તમાં શાંતિ અને જીવનમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે. આ વ્રતો જીવનને વિશુદ્ધ કરવા, આત્માને પવિત્ર બનાવવા, જન્મ-મરણ ઘટાડવા, આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત કરવા ઘણા શક્તિશાળી છે. ‘ઉપભોક્તાવાદ' આ અણુવ્રતોથી બિલકુલ વિપરીત દિશામાં મનુષ્યને લઈ જાય છે. ભોગવૃત્તિથી જીવનની ઝોળીમાં ચિંતા, દુઃખ અને ભય સિવાય બીજું – ૧૪૩ –

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170