Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 146
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી જનમાનસમાં પરિવર્તન આણ્યું, ભારતીયના પ્રેમ અને મૈત્રીના મૂલ્યોને તાર્કિક દૃષ્ટિએ પડકારવામાં આવ્યો. ધનકેન્દ્રી ભોગવાદી જીવનનો ભપકો લોકોને આંજી દેવા માટે પૂરતો હતો. સ્વતંત્ર દેશ પુનઃ ‘ભોગ’ નામની બેડીમાં જકડાયો! બજારમાં દેખાતી પ્રત્યેક લોભામણી વસ્તુઓ પ્રાપ્ત થવી જ જોઈએ એવો દૂરાગ્રહ એ ઉપભોક્તાવાદ'ના ભયાવહ ચહેરાને પ્રગટ રે છે. બાપદાદાની નાની નાની દુકાનોનો દેશ આજે મોટા મોટા મોલ અને ઇન્ટરનેશલ સ્ટોર્સની માયાજાળમાં અટવાઈ ગયો છે. સંપત્તિનું વિકેન્દ્રીકરણ બની ગયું છે. વિષ્ણાનું જગત અને ઉપભોક્તાઓને જોડે છે. પરસેવો પાડીને પૈસા કમાવનારા પેઢી બચતને પોતાનો ધર્મ સમજતા હતા. તેને બદલે ‘ઉધારની સંસ્કૃતિ નિર્માણ થઈ. “લોભ અને “ફાઇનાન્સ' પર જીવનારી ઉપભોગી પેઢી ‘UT વૃત્તાં, વૃતમ્ ચીમાં વિશ્વાસ રાખે છે. કારણ - * વસ્તુઓનો ઉપયોગ કરો ને ફેંકો. * રોજ નવીનતાનો આગ્રહ * વધતી જતી ખરીદશક્તિ * વધતી ક્રેડિડ કાર્ડ | ઝીરો ઇન્ટરેટ્સની સુવિધા * કર લો દુનિયા મુઠ્ઠી મેંનો ઘમંડ. * ઓનર્સ પ્રાઈડ, નેબર્સ એનવે’ની ઈષ્યવૃત્તિ માનવીની સમસ્ત ક્રિયા એની આકાંક્ષાઓ અને અનિવાર્યતાની પૂર્તિ માટે હોય છે. પ્રકૃતિ અનિવાર્યતા તો પૂર્ણ કરી જ દે છે. આવશ્યતકાઓ તો માનવના દંભ, આડંબર, લાલચ, પ્રતિષ્ઠા ઈત્યાદિના પ્રતિબિંબ સમાન હોય છે. માત્ર સામાન્ય માણસ જ નહિ, નામવંત પેઢીઓ કરોડોની લોન લઈ પરત ફેડી શકતી નથી તેને કારણે – * કંપની નાદારી નોંધાવે છે, દેવાદાર બની આપઘાત કરે છે, ક્યાં તો પલાયન થઈ જાય છે ! મનુષ્ય આવશ્યક (Need), આરામદાયક (Comfort) તથા ઐશ્વર્ય (Luxery), વચ્ચેનો વિવેક ખોઈ બેઠો છે. સપના અને લાલસાઓને વેચતી બજારો ક્રેડિટકાર્ડ - ૧૪૧ –

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170