________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
ઉપભોક્તાવાદ' જૈન ધર્મના વ્રત દ્વારા નિરાકરણ
T| ડૉ. પ્રીતિ નંદલાલ શાહ
યુગ પરિવર્તનની સાથે યુગમાં થનારી પ્રવૃત્તિઓ અને જીવનના લક્ષ્ય પણ બદલાઈ જાય છે. સાદગી, પ્રેમ, શ્રદ્ધા અને અંતઃકરણની પ્રશાંત ભાવના ભારતીય જીવનશૈલી સાથે જોડાયેલાં જીવમાત્રના કલ્યાણ માટે છે, પરિપૂર્ણતા માટે છે. જે પાધનોની ભરમાળ વચ્ચે માનવનો અહમ્ ગળતો ન હોય, ક્રાંતિનો અનુભવ તો ન હોય ત્યારે સમજી જ લેવું કે તે વિકાસને ઊંધે માર્ગે ચઢેલો છે.
આજે માનવીની બૌદ્ધિક તાકાત વધી છે. વિદ્વાન વધ્યું છે, તત્ત્વજ્ઞાન ખેડાયું છે. ચંદ્રલોક અને મંગળ ગ્રહ હાથવેંતમાં લાગે છે, પણ છતાંય અંતઃકરણને જોઈતી શાંતિ મળી શકી નથી, કારણ માનવી જન્મીને શારીરિક, માનસિક, બૌદ્ધિક કે આર્થિક દિશામાં પ્રગતિ કરવા માંડે કે એનામાં અનેક પ્રકારની તૃષ્ણાઓ જન્મે છે. પ્રત્યેક માનવીને સુખ જોઈએ છે. સુખ મેળવવાના તેના સઘળા પ્રયાસોથી સામાજિક દરજ્જો વધે છે. સાંસારિક લભ્ય સુખોનો અનુભવ પણ થાય છે. છતાંય સુખપ્રાપ્તિની ભૂખ તો એવી ને એવી જ રહે છે. માનવ અહર્નિશ કાંઈ ને કાંઈ મેળવવા ઝખ્યા જ કરે છે. કંઈક મેળવવાનું બાકી છે એ અભાવના દુઃખમાં જે મળેલ છે તે સુખપ્રાપ્તવ્યની ક્ષણો જ આનંદ ભોગવી શકતો નથી. તેણે મેળવેલા લૌકિક ભંડોળ ઉત્કૃષ્ટ સુખાનુભવ કરાવી શકતું નથી. આજે જગતમાં ભ્રમ ફેલાયેલો છે કે –
- ૧૩૯ –