________________
reatenક્ય સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન reseaઝણ ૧૧. સપુરુષોનો સંગ કરવો અને ભણેલી વિદ્યા બીજાને ભણાવવી. (શિ. ૩૬) ૧૨. ગુરુ, દેવ અને રાજાના દર્શને ખાલી હાથે ન જવું. કોઈનો વિશ્વાસઘાત ન
કરવો તથા આત્મશ્લાઘા ન કરવું. (શિ. ૩૭) ૧૩. અંગ ઉપાંગો દેખાય તેવા વસ્ત્ર ઉપવસ્ત્રો ન પહેરવા. (શિ. ૩૮) ૧ ૪. મજુર વગેરેને જે ધનધાન્ય આપવાનું કહ્યું હોય તે પ્રમાણે આપવું પણ
ઓછું ન આપવું તથા આવક ખર્ચનો હિસાબ રાખવો. આવક પ્રમાણે ખર્ચ
કરવું. અન્ય કોઈને કરજ ચૂકવી દીધુ હોય તો છાનું ન રાખવું. (શિ. ૧૫૨) ૧ ૫. પોતાના વતનનું કે ગરાસનું ગામ હોય તે પણ જ્યાં પોતાની લાજ જતી
હોય, ધન અને પ્રાણનો નાશ થતો હોય તેવ ભૂંડા દેશ, કાળમાંથી તત્કાળ ચાલ્યા જવું. (શિ. ૧૫૪)
સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં આવા અનેક ધર્મદેશો આપ્યા છે. તે પ્રમાણે જો માણસ વર્તે તો ભાગ્યે જ દુઃખી થવાનો વખત આવે. વર્તમાન સમયની અનેક સમસ્યાઓના સમાધાન સ્વા. ધર્મમાં સહજાનંદ સ્વામીએ બતાવ્યા છે.
(પૂ ડી. દેવવલ્લભ સ્વામી - ખાંભા (અમરેલી) ગુરુકુળના આચાર્ય છે. તેઓએ M.A.B.Ed. સુધી અભ્યાસ કર્યો છે. દર્શન સાહિત્યના અભ્યાસુ પૂ. સ્વામીએ વેદાંત અને દર્શનમાં Ph.D. કર્યું છે.)
૧૩૮ –