________________
શા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કરાવો સમાવેશ થાય છે.
૧૭ જીભને કાબુમાં રાખવી
આજે પરિવારમાં અને સમાજમાં મોટા ભાગના ઉપદ્રવોનું કારણ જીભ ઉપરનો અસંયમ છે. જો માણસ વિવેકપુર સર વાણી બોલે તો મોટા ભાગના ઝઘડાઓ ઊભા જ ન થાય. દરેક વ્યક્તિએ વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. સત્ય અને હિતકારી વચન બોલવું જોઈએ. વાણી એ શસ્ત્ર કરતા પણ વધુ કામ કરે છે. શાસ્ત્રના ઘા સમય જતા રૂઝાય જાય છે પરંતુ વાણીના ઘા જીવનભર રૂઝાતા નથી. દ્રોપદીજીએ વાણી ઉપર સંયમ રાખ્યો હોત તો મહાભારત ન સર્જાત અને સીતાજીએ વાણી ઉપર સંયમ રાખ્યો હોત તો રામાયણ ન સર્જાત. જીભ ઉપર માણસે લગામ રાખવી જોઈએ. દરેક વ્યક્તિને તેની લાયકાત પ્રમાણે માનપૂર્વક બોલાવવી જોઈએ. સહજાનંદ સ્વામીએ વાણીના સંયમ ઉપર ખાસ ભાર મૂક્યો છે. (શિ.શ્લો. ૨૦,૬૮)
જીભનું બીજું નામ છે રસના. રસના એટલે સ્વાદેન્દ્રિય. આજે વિશ્વમાં ભૂખ્યા રહેવાથી લોકો મરતા કે માંદા પડતા નથી એટલા વધુ પડતુ ખાવાથી મરે છે અને માંદા પડે છે. મોટાભાગના રોગોનું કારણ ખાણીપીણીનો અવિવેક છે. પેટ એ કોઈ પીપડું નથી કે તેમાં ગમે તે ગમે તેટલું ઠાંસી ઠાંસીને ભરી શકાય. ખાવાપીવામાં સંયમ રાખવામાં આવે તો ભાગ્યે જ કોઈ રોગ થાય. સ્વાદને વશ થઈને જ માણસો જાણવા છતા ભેળસેળવાળા પદાર્થો ખાય છે. સહજાનંદ સ્વામીએ બીજી ઈન્દ્રિયોને જીતવા કરતા પણ રસના (જીભ)ને જીતવા ઉપર વધુ ભાર મૂક્યો છે. (શિ.શ્લો. ૧૮૯) જીભ ઉપર કાબુ આવે તો બીજી ઈન્દ્રિયો સહેજે સહેજ જ જીતાય જાય છે.
૧૮ ધ્યાન, પ્રાર્થના, ભજન, મૌન વગેરે આધ્યાત્મ સાધના
વ્યક્તિની મનોસ્થિતિની અસર બાહ્ય શરીર ઉપર પડે છે. મનને તનાવમુક્ત અને તરલ રાખવા માટે દરેક ધર્મસંપ્રદાયોએ અધ્યાત્મ સાધના ઉપર ભાર મૂક્યો છે. સહજાનંદ સ્વામીએ પણ માણસને આંતરિક અને બાહ્ય સ્વસ્થતા રાખવા માટે દરરોજ પ્રાર્થના, ધ્યાન, જપ વગેરે સાધનો બતાવ્યા છે. તેનાથી માણસને આંતરિક શાંતિ મળે છે. અને તેનામાં પરમતત્ત્વ પ્રત્યે શ્રદ્ધાભાવ જન્મે છે. માણસ વ્યવહાર જગતમાં નાસીપાસ થાય ત્યારે તેને કોઈ ને કોઈ અવલંબનની જરૂર પડે છે. ઈશ્વર એક આવું દિવ્ય અવલંબન છે. માણસ વિપરિત પરિસ્થિતિમાં તેનો સહારો મેળવીને
-અ ૧૩૬ ~