________________
[
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
દા.ત. કોઈને ભૌતિક સુખ મેળવવા પાછળની તીવ્ર ઝંખના હોય, તો એના મન પર આ ઝંખના સવાર થઈ જાય છે. એ મેળવવાની વ્યુહરચના ગોઠવાતી રહે છે. એ પ્રમાણે એની દોડ ચાલુ થઈ જાય છે. તો કોઈ પૈસો મેળવવા, કોઈને સમાજમાં ઊંચો મોભો મેળવવા, કોઈને તેની સાથે કોઈ સ્પર્ધા જ ન કરી શકે એવા
સ્થાને પહોંચવામાં તો કોઈને કોઈ સ્ત્રીના રૂપ પાછળની લોલુપતા હોય ત્યારે આ વસ્તુ કે પ્રિય મનાતું આભાસી સુખ તેના જીવનમાં કેન્દ્રસ્થાને રહી જાય છે. એની આસપાસ એ ભમ્યા કરે, એમાં જ મન રચ્યું-પચ્યું રહે. એને ખ્યાલ પણ નથી હોતો કે એ દોડ ખોટા રસ્તાની છે. આ લાલચુ મન ક્યારેય સંતોષ પામવાનું નથી. સારાસારની ભેદરેખાને પણ ઓળંગી જાય એવી આંધળી દોટ જોઈને શ્રી પ્રવીણ દેસાઈએ ઈલાચીકુમારના નટડી પાછળના મોહાંધ બનેલા મન વિષે લખેલા શબ્દો યાદ આવી જાય છે :
“મોહરાય શું ખેલ કરાવે, માંધાતાને રંક બનાવે,
ઋષિમુનિઓનાં તપ છોડાવે, શ્રેષ્ઠીપુત્રને વાંસ ચડાવે.” સાંપ્રત જીવનમાં આવી ઘટમાળ તો રોજિંદી બની ગઈ છે. અન્ય વ્યક્તિ કે વસ્તુ પર સ્વામીત્વ પ્રાપ્ત કરવાના મોહમાં આજે પોતે જ મોહરાજાનો દાસ બની જાય છે.
જીવનની આ સમસ્યાના ઉકેલ જૈન ધર્મ આપે છે. ચાર કષાયોમાં માયા એટલે કે મોહના જે ભયંકર પરિણામો ભોગવવાં પડ્યાં હોય એ વાતની સાક્ષી પૂરતી ઘણી કથાઓ ઉપલબ્ધ છે. રાજસત્તા મેળવવા કે રૂપકુમારીના નિર્દોષ રૂપ પાછમ ભાઈ ભાઈ વચ્ચે પણ મહાયુદ્ધો પણ ખેલાયાં હતાં. તેઓએ પોતાનાં માનમોભાને પણ ભૂલી જઈ શામ-દામ-દંડ-ભેદની કોઈ પણ નીતિ ઘડવામાં મનને કલુષિત કરી દીધુ હોય અને પછીનાં ભયંકર પરિણામો પણ ભોગવવાં પડ્યાંની વાત પર જૈન ધર્મ પ્રકાશ ફેકે છે.
સાંપ્રત માનવજીવનમાં આપણે એવા ઘણા કિસ્સાઓ બનતા જોઈએ છીએ જેમાં મોહના કારણે લૂંટફાટ અને ખૂન થવા સુધીની ભયંકર સમસ્યાઓ હોય છે. જો આવી સમસ્યાઓ નિવારવી હોય તો જૈન દર્શનમાં જણાવેલી કષાયોની વાત,
* ૮૪
–