________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી છે, વિરોધી લાગે છે. જે જીતે છે, જે આપણાથી જુદું કરે છે, આપણાથી આગળ નીકળી જાય છે, તે આપણને ગમતા નથી. જૈન ધર્મ કહે છે, “તારો કોઈ શત્રુ નથી'. આ સૂત્ર અનન્ય છે. જે કંઈ બને છે તે કર્માનુસાર છે, સમય, સંજોગ અને આપણા સ્વભાવને લીધે છે. અન્ય કોઈ કંઈ કરી શકતું નથી. આ વાત સમજાય તો સમસ્યા જ ન રહે! “સમવાય'ની વાત એકદમ પ્રસ્તુત છે.
પ્રત્યેક પળે વિવેકની વાત જૈન ધર્મ ભારપૂર્વક કહે છે. વિવેક આપણને અતિરેકથી બચાવે છે, સત્યનું ભાન કરાવે છે. વિવેક હોય પછી સમસ્યાઓ સરળ થતી જાય છે. વિવેક એ રત્નચૂડામિણ છે સમસ્યાના સમાધાન માટે એને હૈયાવનું રાખવાનું જૈન ધર્મ વારંવાર કહે છે.
‘પરિણામલક્ષિતા કેવો મજાનો શબ્દ છે! શું થશે, શું થઈ શકે એવો પહેલેથી વિચાર કરવો એ ધ્યાન રાખવાની શીખ મળે છે. પરિણામનો પહેલેથી વિચાર કરવાથી પ્રશ્નો હળવા થઈ જાય છે.
જૈન ધર્મના પાયામાં સતત જાગૃતિનો, સમગ્રતાથી વિચાર કરવાનો ભાવ રહેલો છે. સ્વ અને પરના કલ્યાણની શુભ ભાવના છે. આશાવાદી અભિગમ છે.
સર્વ પ્રકારે સ્વસ્થ રહેવાની પ્રક્રિયા જૈન ધર્મમાં છે.
શ્રદ્ધા હોય તો જરૂર રસ્તો મળે, સહાય મળે, જૈન ધર્મ માર્ગદર્શન આપે છે, લેનાર જોઈએ છે. સમસ્યા છે તો સમાધાન ક્યાં નથી !?
(ડૉ. ગુલાબભાઈએ સ્વામી આનંદના જીવન અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. તેમના ચિંતનાત્મક લેખો અનેક સામયિકોમાં પ્રગટ થાય છે. તેઓ સારા વક્તા અને પ્રવક્તા છે).