________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
સાંપ્રત જીવનની સમસ્યાઓ નિવારવા... સ્વામિનારાયણ ધર્મનું માર્ગદર્શન
| ડૉ. દેવવલ્લભસ્વામી
સાંપ્રત જીવનની સમસ્યાઓ ઉકેલવામાં કયા ધર્મમાંથી શું માર્ગદર્શન મળી શકે? એની માહિતી સૌને સુગમતાથી મળી રહે એવા શુભાશયથી ધર્મચિંતક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ સંનિષ્ઠ અને પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. અને સર્વ ધર્મના વિદ્વાનોને માનવતાના હિતમાં કાર્યાન્વિત કર્યા છે.
આજે વિજ્ઞાને હરણફાળ ભરી છે. માહિતીનો વિસ્ફોટ થયો છે. પરંતુ સાથે સાથે સાંપ્રત જીવનમાં અનેકવિધ સમસ્યાઓ પણ વધી છે. સ્વામિનારાયણ ધર્મ તરફથી સાંપ્રત સમાજને શું માર્ગદર્શન, મદદ અને પ્રેરણા મળી શકે તે સંક્ષિપ્તમાં જોઈએ.
૧. વ્યસનમુક્તિ
પહેલાના સમય કરતા આજે સમાજમાં અનેક પ્રકારના વ્યસનો વધ્યા છે. આજનું યુવાધન વ્યસનોના કારણે અંદરથી ખોખલું બનતું જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ વ્યસનમુક્તિ ઉપર ખુબ ભાર મુક્યો છે. તેમણે પોતાના આશ્રિતોને દરેક પ્રકારના વ્યસનોથી દૂર રહેવાનો ખાસ ધમંદિશ આપ્યો છે. (શિ. શ્લોક. ૧૮, ૧૯૭)
આ અંગે સહજાનંદ સ્વામીના સમયમાં બનેલી એક સત્ય ઘટના જોઈએ.
-અ ૧૨૩ –