________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી આશ્રિતોએ તે ન લેવું. અને વ્યક્તિગત કે જાહેર માલિકીના હોય તેવા કાષ્ટ, પુષ્પ, અર્થાત્ નાનામાં નાની નગણ્ય વસ્તુ પણ તેના ધણીને પૂછયા વિના ન લેવી. (શિ.શ્લો.૧૭) ચોરીનો અર્થ માત્ર આપણી માલિકીની વસ્તુ ન હોય તેને ન લેવી એટલો જ સીમિત થતો નથી. ચોરીમાં કરચોરી, કામચોરી વગેરે ઘણું બધું આવી જાય છે. તે દરેક પ્રકારની ચોરીનો સહજાનંદ સ્વામીએ નિષેધ કર્યો છે.
અપરિગ્રહઃ અપરિગ્રહ એટલે કે સંગ્રહખોરી ન કરવી. દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુ, પદાર્થો, ધનસંપત્તિ વગેરે રાખવું એ અપરિગ્રહ નથી. લોકોમાં ગેરમાન્યતા પ્રવર્તતી હતી કે અપરિગ્રહ એટલે કાંઈ પણ રાખવું નહીં. પરંતુ સહજાનંદ સ્વામીએ તેમાં વિવેક બતાવ્યો. સાધુ, સંન્યાસી અપરિગ્રહવ્રતનું સંપૂર્ણપણે પાલન કરે એ ઈચ્છનીય છે. પરંતુ ગૃહસ્થાશ્રમી માટે એ શક્ય નથી. માટે સહજાનંદ
સ્વામી કહે છે કે પોતાનું જેટલું કુટુંબ હોય, માલઢોર હોય તે પ્રમાણે અનાજ, ઘાસચારો વગેરેનો સંગ્રહ કરવો. (શિ.શ્લો. ૧૪૧)
સંગ્રહખોરીથી સમાજમાં વસ્તુ પદાર્થોની કૃત્રિમ અછત સર્જાય છે. જરૂરિયાતમંદ લોકો અભાવથી પીડાય છે. અને સમાજમાં અસમાનતા ઊભી થાય છે. અપરિગ્રહના પાલનથી માંગ અને પુરવઠો જળવાય રહે છે. અને દરેક વ્યક્તિને જોઈતા વસ્તુ પદાર્થો મળી રહે છે.
બ્રહ્મચર્ય : ધર્મશાસ્ત્રોમાં અવકીર્ણ, સાવધિક, નૈષ્ઠિક વગેરે અનેક પ્રકારના બ્રહ્મચર્યવ્રતો બતાવ્યા છે. સહજાનંદ સ્વામીના મતે સાધુ, સાધ્વીઓએ સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું જોઈએ. પરંતુ ગૃહસ્થાશ્રમી માટે શક્ય નથી. તેમણે પોતાની સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રી પ્રત્યે કામભાવ ન રાખવો એ બ્રહ્મચર્ય છે. સહજાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય તેવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું. અર્થાત્ કોઈ વડીલ શીલભંગ થાય તેવું વચન કહે કે આદેશ આપે તો તેનું પાલન કરવું નહીં. (શિ.શ્લો. ૧૮૦)
બ્રહ્મચર્યનો વ્યાપક અર્થ થાય છે બ્રહ્મ – પરમાત્મા જેવું નિર્દોષ આચરણ. સહજાનંદ સ્વામીએ બ્રહ્મચર્યના સ્થૂળ અર્થ ઉપરાંત આ સૂક્ષ્મ અર્થ અંગે પણ વિશદ વિચારણા કરી છે. અને પોતાના આશ્રિતોને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર વગેરે અંતઃશત્રુઓને જીતવા ઉપર ખાસ ભાર મૂક્યો છે.
- અ ૧૩૨ –