________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
એ તેની નૈતિક ફરજ છે. અને જેની પાસેથી જ્ઞાન મેળવ્યું છે તેવા ગુરુજનો વડીલોની પણ પોતાનાથી બનતી સેવા-ચાકરી કરવી જોઈએ.
પરિવારથી આગળ વધીને સહજાનંદ સ્વામીએ રોગાતુર માણસની સેવા કરવાનો પણ આદેશ આપ્યો છે. અન્યની સેવા કરવી એ સમાજસેવાનો એક ભાગ છે. રોગાતુર માણસની સેવા કરવાનો આદર્શ ખ્રિસ્તી સંપ્રદાયે સ્વીકાર્યો છે, સહજાનંદ સ્વામીએ તેને સ્વા. સંપ્રદાયમાં પ્રવર્તાવ્યો છે. સહજાનંદ સ્વામી કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના પાલ્યવર્ગની યથાયોગ્ય સંભાવના કરવી જોઈએ. એટલું જ નહીં, પશુપક્ષીઓને પણ જો પોતાનાથી સારી રીતે સાચવી શકાય તો જ રાખવા. (શિ.શ્લો. ૧૪૨)
શ્રીમંત લોકોએ ગરીબોને યથાશક્તિ દાન આપવું. (શિ.શ્લો. ૧૫૬) તેનાથી સમાજમાં આર્થિક વિષમતા દૂર થાય છે. વાવ, કુવા, તળાવો વગેરે બંધાવવા, સદાવ્રતો ચલાવવા અને તેમાં કોઈપણ અન્નાર્થી - ભૂખ્યો માણસ આવે તો તેની યથાયોગ્ય સરભરા કરવી. પાઠશાળા-વિદ્યાલયો બંધાવવા અને ચલાવવા. પૃથ્વીને વિશે સદ્વિચારની પ્રવૃતિ કરવી. સદ્વિદ્યાના પ્રવર્તનથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. (શ.ગ્લો.૧૩૨) સામાજિક કાર્યો એ એક પ્રકારના સત્કાર્યો - ધર્મકાર્યો છે. તેનાથી પુણ્ય મળે છે.
સમાજસેવાના આદર્શને પુણ્ય પ્રાપ્તિનો માર્ગ અર્થાત્ ધર્મકાર્ય રુપ બનાવીએ. સહજાનંદ સ્વામીએ વૈચારિક ક્રાંતિ કરી. જપ, તપ, યજ્ઞ વગેરેને જ લોકો ધર્મ કાર્યો માનતા અને પરલોક માટે પુણ્યનું ભાથુ મેળવવા તેવા કાર્યો કરતા. પરંતુ સામાજિક સેવાકાર્યો કરવાથી પણ મહાનપુણ્ય મળે છે. આ ખ્યાલના કારણે સમાજસેવાના કાર્યોને વેગ મળ્યો. આજે સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મના આ વૈચારિક આદર્શના કારણે સમાજમાં સામાજિક સેવાકાર્યોમાં અગ્રેસર છે. લોકોને પણ તેમાં હોંશે હોંશે જોડે છે. સમાજ પણ વ્યાપક અર્થમાં એક પરિવાર છે. તેના સુખમાં દરેકનું વ્યક્તિગત સુખ પણ સમાયેલું છે,
પડોશી ભૂખ્યો હોય અને આપણે ભરપેટ ખાઈને એશઆરામ કરીએ તો માનવતા ન કહેવાય. ભગવાને આપ્યું હોય તો ટૂકડામાંથી પણ ટૂકડો જરૂરિયાતમંદ લોકોને આપીને યથાશક્તિ મદદરૂપ થવું જોઈએ.
* ૧૩૦