________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
.
ક
કરતા અને સમાજને છેતરતા લોકોથી પણ પોતાના અનુયાયી વર્ગમાં અને આમસમાજમાં જાગૃતિ ફેલાવી. વચનામૃતમાં આ અંગે સહજાનંદ સ્વામીએ સ્વમુખે કહ્યું છે કે જો મંત્ર-તંત્ર અને કામણમણથી બધું થઈ જતું હોય તો મોટા મોટા રાજાઓ લશ્કર શા માટે રાખત ? લશ્કરને બદલે એક મોટા મંત્રશાસ્ત્રીને રાખી લેત. પરંતુ આવુ ક્યાંષ જોવા મળતુ નથી. માટે અંધશ્રદ્ધામાં ક્યારેય વિશ્વાસ ન કરવો. ભગવાનનો ભરોસો રાખવો અને પુરુષાર્થ કરવો. પુરુષાર્થ કરે છે તેના ઉપર જ પરમાત્માની કૃપા થાય છે.
શુદ્ર અને મિલન દેવદેવીઓની ઉપાસના કે આરાધના ન કરવી અને તેઓને માનવા પણ નહીં. અને તેમને ધરાવેલો દારુ, માંસ વગેરેનો પ્રસાદ પણ લેવો નહીં. સાત્વિક દેવદેવીઓને આદર થકી વંદન કરવું અને તેમને માનવા, પૂજવા. ભૂતપ્રેત, શૂરાપુરા વગેરેને માનવા નહીં કે તેમનો ભય રાખવો નહીં. (શિ.બ્લો. ૧૫, ૨૮,૮૬) મહાપુરષોએ જે ધર્માચરણ કર્યું હોય તેનું જ આચરણ કરવું પરંતુ તેમનાથી જાણતા કે અજાણતા થયેલા કોઈ અધર્માચરણ પ્રમાણે કોઈએ વર્તવુ નહીં. અર્થાત્ જેનાથી અંધશ્રદ્ધાને પોષણ મળતું હોય તેવું આચરણ કદાચ કોઈ મહાપુરપથી થયુ હોય છતાં પણ તે પ્રમાણે ન કરવું. અને શાસ્ત્રોમાં બતાવેલા સદાચારનું પાલન તે કરવું. (શિ.બ્લો. ૭૩,૭૪)
૬. ધર્મજાગૃતિ માટે સમર્પિત સંતો
હિંદુ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે મોટાભાગના ધર્મસંપ્રદાયોમાં સંપ્રદાયની વિચારધારાના પ્રવર્તન, પોષણ અને રક્ષણ માટે સમર્પિત સાધુસંતોની પરંપરા જોવા મળે છે. તેમ સ્વા. સંપ્રદાયમાં પણ સહજાનંદ સ્વામીના સિદ્ધાંતોના પ્રસાર પ્રચાર માટે સપર્પિત સાધુ સમાજ જોવા મળે છે. સ્વા. ધર્મને સમર્પિત સંસારથી વિરક્ત પુરુષોને સાધુઓ અને સ્ત્રીઓને સાંખ્યયોગી સાધ્વીઓ કહે છે. તેઓ સંપ્રદાયની વિચારધારા પ્રમાણે ચાલે છે અને અનેક લોકોને તે પ્રમાણે ચાલવાની પ્રેરણા આપે છે. પોતાના આત્મવિકાસની સાથે સાથે સામાજિક સેવાકાર્યો પણ કરે છે. સ્વા. સંપ્રદાયના સાધુ, સાધ્વીઓ સમાજના ભલા માટે કર્મઠ જીવન જીવે છે. પોતાના આત્માના આત્મકલ્યાણ અને સમાજના ઉત્થાન માટે કરવામાં આવતી પ્રવૃત્તિને સહજાનંદ સ્વામી સાચી નિવૃત્તિ માને છે. (વચનામૃત) સાધુઓને સંપ્રદાયના માધ્યમથી * ૧૨૮***