________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન ક
સ્થપાય અને ધર્માચાર્યો ખંભેખંભા મિલાવીને સમાજના ભલા માટે પ્રયત્નો કરે એ માટે સહજાનંદ સ્વામીએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. રસ્તામાં ચાલતા કોઈપણ દેવસ્થાન આવે તો તેમાં બિરાજમાન દેવને આદરપૂર્વક વંદન કરવા, તીર્થયાત્રા કરવી, કયારેય પણ કોઈ દેવદેવી, સત્શાસ્ત્ર વગેરેની નિંદા ન કરવી વગેરે અનેક ધર્મમંદેશો સહજાનંદ સ્વામીએ આપ્યા. છે, (શિ,બ્લો. ૨૧,૨૨,૨૩)
સહજાનંદ સ્વામી પાસે હિન્દુધર્મના જુદાજુદા સંપ્રદાયના અનેક લોકો આવતા. તદુપરાંત જૈન, શીખ, પારસી, મુસ્લિમ વગેરે ધર્મના લોકો પણ ધ્યાન અને સમાધિ માટે આવતા. સહજાનંદ સ્વામી દરેકને સમાધિ કરાવતા અને તેમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા. પોતાની પાસે આવતા મુમુક્ષુ લોકોને સહજાનંદ સ્વામી યથાયોગ્ય માર્ગદર્શન આપતા. પરંતુ તેઓ સ્વા. ધર્મ અંગીકાર કરે એવો દુરાગ્રહ કયારેય રાખતા નહીં. સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવના કારણે જ જુનાગઢના મસ્લિમ નવાબે જુનાગઢમાં અને અંગ્રેજ સરકારે અમદાવાદમાં સ્વા. સંપ્રદાયના મહામંદિરોના નિર્માણ માટે વિનામૂલ્યે જમીનો આપી હતી. સાંપ્રદાયિક સૌહાર્દના આવા તો અનેક પ્રસંગોની સ્વા. સંપ્રદાયનો ઈતિહાસ સાખ પુરે છે.
આજે પણ સ્વા. સંપ્રદાયના અનુયાયીઓ દરેક ધર્મના લોકો સાથે હળીમળીને રહે છે. અને કોઈપણ ધર્મ સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના સમાજના ભલા માટે કાર્ય કરે છે. સ્વા. સંપ્રદાય દ્વારા ચાલતા સદાવ્રતનો, શિક્ષણ સંસ્થાઓ, ચિકિત્સાલયો વગેરે સામાજિક સેવા પ્રકલ્પોમાં કોઈપણ પ્રકારનો ધર્મ કે જ્ઞાતિ, પ્રાંતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. સમગ્ર માનવ જાતના હિતને ધ્યાને રાખીને કાર્ય કરવામાં આવે છે. સ્વા.સંપ્રદાયના દરેક મંદિરમાં દર્શન, ધર્મધ્યાન વગેરે માટે કોઈપણ પ્રકારની પ્રવેશબંધી નથી. કોઈપણ જ્ઞાતિજાતિ કે ધર્મનો અનુયાયી સ્વા. કે સંપ્રદાય તરફથી ચાલતા સેવાપ્રકલ્પોનો લાભ લઈ શકે છે. સ્વા.સંપ્રદાયમાં ધર્માંતરણ માટે કોઈપણ પ્રકારના લોભ-લાલચ કે દબાણ કરવામાં આવતું નથી. વ્યક્તિ ગમે તે ધર્મસંપ્રદાયમાં માનતો હોય, તે એક સારો માણસ બને અને ઈશ્વરાભિમુખ બને એ વાતને પ્રાધાન્ય આપવામાં આવે છે.
સાંપ્રદાયિક ધર્માંધતા, વૈમનસ્ય, સૂગ, પૂર્વગ્રહ વગેરે દૂર થાય એ માટે સ્વા.સંપ્રદાય કાર્યરત છે. સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. અને સાંપ્રદાયિક સૌહાર્દને ૧૨૬.
*