________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી માન્યતાએ હિંદુધર્મનું બહુ મોટું અહિત કર્યું છે. અનેક લોકોને વિકાસથી વંચિત રાખ્યા છે. સહજાનંદ સ્વામીએ જન્મ આધારિત નહીં, પણ કર્મ આધારિત જ્ઞાતિવ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યું છે. (શિ.શ્લોક ૮૯, ૯૦, ૧૨૦, ૧૪૦) માણસ જન્મથી નહીં, કર્મથી મહાન બને છે. તે વાત સહજાનંદ સ્વામીએ લોકોને સમજાવીને સમાજમાંથી ઉચ્ચનીચના ભેદભાવને દૂર કરવાના ભગીરથ પ્રયત્નો કર્યા હતા. અને આજે પણ
સ્વા. સંપ્રદાય દ્વારા આ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. સ્વા. સંપ્રદાયના સંતો હરિભક્તો આદિવાસી વિસ્તારોમાં અનેક અગવડતાઓ વચ્ચે રહીને પણ શિક્ષણ અને વિકાસના કાર્યો કરી રહ્યા છે. સ્વા. સંપ્રદાયમાં કોઈપણ જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ધર્મ વગેરેના ભેદભાવ વગર દરેક લોકો એક રસોડે જમે છે અને સાથે રહે છે. દરેકને મંદિરમાં દર્શન, સત્સંગ અને ભજનભક્તિનો અધિકાર છે. ક્યાંય પંક્તિભેદ કરવામાં આવતો નથી. - દરેક વ્યક્તિ ઈશ્વરનું દિવ્ય સંતાન છે. તેનું અપમાન એ ઈશ્વરનું અપમાન છે. દરેક વ્યક્તિને પોતાની ભાવદશાને અનુકૂળ આવે તે પ્રમાણેનો ધર્મસંપ્રદાય અને વર્ણાશ્રમધર્મ પાળવાની છૂટ હોવી જોઈએ. આ ભાવના સમાજમાં સુદૃઢ થાય તો અનેક પ્રકારના લડાઈ, ઝઘડાઓ અને વિવાદોનો અંત આવી જાય.
સહજાનંદ સ્વામીના વખતમાં સમાજમાં અનેક નિમ્ન ગણાતી જ્ઞાતિઓના સંતો ભક્તો પણ હતા. અને આજે પણ છે. સહજાનંદ સ્વામીની અંગત સેવામાં કરીમભાઈ, મીયાજી, શેખજી વગેરે મુસ્લીમ સમાજના બીરાદરો પણ હતા. સમાજમાં અછૂત ગણાતી જ્ઞાતિઓ પૈકીના સગરામ વાઘરી, ગોવો ભંગી વગેરે અનેક ભક્તો સ્વા. સંપ્રદાય સ્વીકાર્યા પછી શુદ્ધ આચાર વિચાર પ્રમાણેનું જીવન જીવતા. કોઈપણ જ્ઞાતિજાતિ કે ધર્મના લોકો સ્વા. સંપ્રદાયના આશ્રિત બની શકે છે.
૩. સાંપ્રદાયિક સૌહાર્દ
દરેક વ્યક્તિને પોતાની રસરુચિ પ્રમાણે ધર્મસંપ્રદાય પાળવાની છૂટ હોવી જોઈએ. ધર્મસંપ્રદાયોએ ઉન્નત જીવન જીવવા માટેના અને પરમશ્રેયને પામવા કરવા માટેના વિવિધ માર્ગો છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વૈમનસ્યો દૂર કરવાના બદલે ધર્મસંપ્રદાયો જો પૂર્વગ્રહો અને વૈમનસ્યો પેદા કરે તો તેને ધર્મ જ ન કહી શકાય. હિંદુ ધર્મના અનેક પંથો અને હિંદુ ધર્મ સિવાયના ધર્મસંપ્રદાયો વચ્ચે સુમેળ
-મ ૧૨૫ ">