________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
સમાજનું ભલુ થાય તેવા સતત સત્કાર્યો કરવાનો સહજાનંદ સ્વામીએ ખાસ ધર્મીદેશો આપ્યા છે. સમાજના હિત માટે કાર્યશીલ એવા સંતોનું કદાચ કોઈ દુર્જન અપમાન કરે, તાડન કે તિરસ્કાર કરે છતાં પણ તેમના પ્રત્યે ક્ષમાભાવના રાખીને તેનું હિત થાય તેવું વિચારવું. પણ ક્યારેય તેનું પૂરું કરવું નહીં કે તેવું વિચારવું પણ નહીં. (શિ.બ્લો. ૨૦૧)
૭. ચેતનાના કેન્દ્રસમા મંદિરો
સ્વા. સંપ્રદાયમાં શિખરબદ્ધ (મોટા) અને હરિમંદિર (નાના) એમ બે પ્રકારના મંદિરો હોય છે. તેમાં નરનારાયણદેવ, લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણ, સહજાનંદ સ્વામી, હનુમાનજી, ગણપતિજી, સૂર્યનારાયણ વગેરે વિવિધ દેવોને પધરાવવામાં આવે છે. સ્વ.સંપ્રદાયના મંદિરો એ ઉપાસના અને ધર્મજાગૃતિના કેન્દ્રો છે. તેમાં કોઈપણ જ્ઞાતિ, જાતિ, લીંગ, પ્રાત, વય કે ધર્મના ભેદભાવ વગર દરેકને પ્રવેશ આપવામાં આવે છે. મંદિરમાં લોકો સેવાપુજા, ભજન, કીર્તન, ધ્યાન, સત્શાસ્ત્રોનું પાન. પાન વગેરે કરે છે. મંદિરોના માધ્યમથી ઉત્સવ પ્રસંગો ઉજવાય છે. (શિ.બ્લો.૧૫૬) આ ઉત્સવો દ્વારા ધર્મજાગૃતિ અને સમાજસેવાના કાર્યો કરવામાં આવે છે. મંદિરોના માધ્યમથી લોકો આંતરિક શાંતિ મેળવવા પ્રયાસ કરે છે. સ્વા.સંપ્રદાયના મંદિરો મનોવિજ્ઞાની ભાષામાં કહીએ તો એક પ્રકારના સાયકો થેરાપીસાયકિક હિલીંગ સેન્ટરોનું કામ કરે છે. મંદિરો સત્કાર્યો કરતા લોકોને પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહકાર આપે છે. અને લોકોને અનૈતિક કાર્યો કરતા રોકવાનો પ્રયાસ કરે છે. મંદિરો દ્વારા સમાજસેવાના કાર્યો ઉપરાંત ધ્યાન, પ્રાર્થના વગેરે દ્વારા વ્યક્તિના આધ્યાત્મિક ઉત્થાનને પ્રોત્સાહન આપવામાં આવે છે.
૮. પારિવારિક અને સામાજિક ઉત્થાન માટેના સેવાકાર્યો
પરિવારમાં સંપ, સેવા અને સહકારની ભાવના જળવાય એ ખૂબ મહત્વનું છે. સહજાનંદ સ્વામીએ પારિવારિક જીવનને સુમેળભર્યુ રાખવા ખાસ ધદેશો આપ્યા છે. સહજાનંદ સ્વામી કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના માતાપિતા, ગુરુ અને રોગાતુર માણસની આજીવન યથાશક્તિ સેવા કરવી જોઈએ. (શિ.શ્લો. ૧૩૯) સ્વા. સંપ્રદાયના આશ્રિતો આ આદેશનું પાલન કરે છે. ખરેખર તો આ કોઈ સાંપ્રદાયિક નિયમ નથી. દરેક વ્યક્તિએ પોતાના માતાપિતાની સેવા કરવી જોઈએ.
* ૧૨૯