________________
1
જ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
શિનો
૯. પાંચ મહાવ્રતો
દરેક ધર્મમાં વત્તાઓછા પ્રમાણમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ મહાવ્રતોને સ્થાન આપવામાં આવ્યું છે.
સહજાનંદ સ્વામીએ આ પાંચેય મહાવ્રતોને ખૂબ મહત્વ આપ્યું છે.
સત્ય : સત્ય એટલે જેવું હોય તેવું બોલવું. આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સત્યને ઈશ્વરનું એક સ્વરૂપ માનતા. સત્યનું જીવનમાં દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. પરંતુ સત્ય જડ નહીં, પણ ગત્યાત્મક (ડાયલેકટીક) છે. તેને જડતાપૂર્વક વળગી રહેવું જોઈએ નહી. ઉદાહરણ તરીકે આપણે કોઈ રસ્તેથી ચાલ્યા આવતા હોઈએ. અને સામે ગાય, હરણ વગેરે કોઈ નિર્દોષ પ્રાણી મળ્યું હોય. આપણે તેને જોયું હોય છતા પણ જો કોઈ કસાઈ સામો મળે અને આપણે કોઈ પ્રાણી જોયું છે એવું પૂછે ત્યારે સત્ય બોલવાને બદલે અસત્ય બોલીને પણ તે પ્રાણીને બચાવવું જોઈએ. તે પાણીનો માલિક મળે તો સત્ય બતાવી શકાય. પરંતુ કસાઈને સત્ય બતાવવાથી તેનું પરિણામ જીવહિંસા થશે. માટે આવા આપ્તકાળમાં બોલાયેલી અસત્યવાણી સત્ય અને સત્યવાણી અસત્ય ઠરે છે. માટે સહજાનંદ સ્વામી કહે છે કે પોતાનો કે પારકો દ્રોહ થતો હોય, કોઈ જીવની હિંસા થતી હોય ત્યારે સત્યવચન (જેવું હોય તેવું યથાર્થ) ન બોલવું. (શિ.શ્લોક. ૨૬)
અહિંસાઃ અહિંસા એ મોટામાં મોટો ધર્મ છે. સહજાનંદ સ્વામી કહે છે કે, ધર્મના અર્થે પણ અમારા આશ્રિતોએ કોઈપણ જીવની હિંસા ન કરવી. કોઈ દેવદેવી આગળ જીવહિંસા ન કરવી. એટલું જ નહીં. જે દેવદેવી આગળ હિંસા થતી હોય એવા તામસી દેવદેવીને માનવા પણ નહીં. અને તેનો પ્રસાદ પણ ન લેવો. જાણ્ય અથવા અજાણ્યું કોઈ અધર્મકાર્ય થઈ જાય તો પણ પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. ઝીણાં જુ, માંકડ, ચાંચડ, વગેરેને પણ મારવા નહીં. યજ્ઞના અર્થે પણ જીવહિંસા ન કરવી. આપઘાત ન કરવો. (શિ.શ્લો. ૧૪,૧૬) અહિંસા ધર્મના પાલન માટે સહજાનંદ સ્વામીએ અનેક ધર્મદેશો આપ્યા છે.
અસ્તેય · અસ્તેય એટલે ચોરી ન કરવી. કોઈપણ પ્રકારની ચોરી એ અધર્મકાર્ય છે. પોતાના હક્કનું ન હોય તેવું કોઈપણ વસ્તુ, પદાર્થને લેવું એ ચોરીનું કાર્ય છે. સહજાનંદ સ્વામી કહે છે કે રસ્તે ચાલતા કોઈ વસ્તુ પદાર્થ મળે તો પણ અમારા