________________
1
જ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
શિનો
૧૦ અર્થોપાર્જન અને અપવ્યયમાં (આવક-ખર્ચ) વિવેક
સહજાનંદ સ્વામી કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની આવડત અને શક્તિ પ્રમાણે ઉદ્યમ (કામધંધો) કરવો જોઈએ. અને પોતાની જેટલી આવક હોય તેને અનુસાર ખર્ચ કરવો જોઈએ. (શિ.શ્લો. ૧૪૦,૧૪૫)
આજે સમાજમાં આવકખર્ચનું સંતુલન નહીં રાખવાના કારણે જ મોટા ભાગના પ્રશ્નો સર્જાય છે. કોઈપણ વ્યક્તિ પોતાની આવક કરતા વધુ ખર્ચ કરે એટલે તેને પહોંચી વળવા બીજા અનેક અનૈતિક માર્ગો અપનાવે છે. દેવું થવાથી ટેન્શનમાં આવે છે. પરિસ્થિતિ કાબૂબહાર જાય ત્યારે ખોટું કરવું, ખૂન, આપઘાત વગેરે જઘન્ય કૃત્યો કરે છે. સમાજમાં જોવા મળતાં મોટા ભાગનાં અનિષ્ટોનું મૂળ વ્યક્તિ હોય કે રાષ્ટ્ર આવક જાવક વચ્ચેના સંતુલનનો અભાવ છે. જો વ્યક્તિ પોતાની હેસિયત પ્રમાણે જીવન જીવે તો સમાજની મોટાભાગની સમસ્યાઓ આપમેળે હલ થઈ જાય. એક કહેવત છે કે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય બીજાનું આંધળુ અનુકરણ કરીને પોતાના ગજા બહારના ખર્ચાઓ કરનાર વ્યક્તિને અંતે સહન કરવાનું જ આવે છે. તેથી સહજાનંદ સ્વામી કહે છે કે, દરેક વ્યક્તિએ પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો અને આવક જાવકનો હિસાબ રાખવો. આવક કરતા જે ખર્ચ વધુ કરે છે તેને અંતે મહાદુઃખ થાય છે. (શિ.શ્લો. ૧૪૬)
૧૧ ધર્મરહિત કર્મનો નિષેધ
સહજાનંદ સ્વામી કહે છે કે ગમે તેવું મોટું ફળ આપનારું કર્મ હોય છતાં પણ જો ધર્મરહિત હોય તો તેનું આચરણ ન કરવું. અને કોઈ ફળના લોભે ધર્મનો ત્યાગ કરવો નહીં. (શિ.શ્લો.૭૩) ધર્મ-નૈતિકતાના કારણે જ સમાજ ટકે છે. અને પાંગરે છે. ધર્મ એ કર્મનો માપદંડ છે. ધર્મરહિત કર્મ કરવાથી કદાચ તત્કાળ કોઈ મોટો લાભ થાય. પરંતુ તેનાથી લાંબા ગાળે વ્યક્તિનું અધઃપતન થાય છે. અને સમાજમાં અનૈતિકતા ફેલાય છે. સામાજિક દૂષણો પેદા થાય છે. દા.ત. સામાન્ય કામધંધો કરવા કરતા દાણચોરી કરવાથી માણસને અનેકગણો આર્થિક ફાયદો થાય છે, પરંતુ તેનાથી સમાજમાં અનિષ્ટ ફેલાય છે. તેનાથી વ્યક્તિ અને સમાજ બન્નેને નુકશાન થાય છે. કેફીદ્રવ્યોનું ઉત્પાદન, હેરાફેરી, નકલી માલસામાન બનાવવો, ખોરાકમાં ભેળસેળ કરવી વગેરેથી વ્યક્તિનું આધ્યાત્મિક અને સામાજિક અધઃપતન
-ક ૧૩૩ >