________________
13 સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક્r આવકારે છે.
૪. સ્ત્રી સશક્તિકરણ - સ્ત્રી અને પુરુષ બન્નેના કાર્યક્ષેત્ર, ક્ષમતા વગેરે ભિન્ન છે. છતા બન્નેનું મહત્વ સરખું છે. સ્ત્રીનું મૂલ્ય પુરુષથી જરાપણ ઓછું આંકી શકાય નહીં. સ્ત્રી અને પુરુષ બન્ને પ્રકૃતિના અભિન્ન અંગો છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં બન્નેને સરખો અધિકાર છે.
તાત્કાલિક સમાજમાં સ્ત્રીશિક્ષણ પ્રત્યે બેદરકારી અને સ્ત્રીઓ પ્રત્યે દાખવવામાં આવતું ઓરમાયુ વર્તન દૂર કરવા સહજાનંદ સ્વામીએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. તેમણે સ્ત્રીઓનો વિકાસ થાય એ માટે સ્ત્રી પુરુષોના મંદિરો (સાધના સ્થાનો) જુદા કરાવ્યા. સ્ત્રીઓના (મહિલા) મંદિરોનો તમામ કારભાર સ્ત્રીઓને સોંપ્યો, સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપ્યું. આજે પણ સ્વા.સંપ્રદાયમાં પરુષોના જેટલું જ મહત્ત્વ બહેનોને આપવામાં આવે છે. પુરુષોના મંદિરોમાં બહેનો દર્શનાર્થે જઈ શકે છે. પરંતુ બહેનોના મંદિરમાં પુરુષોને પ્રવેશબંધી હોય છે. પુરુષો અને બહેનોએ મંદિરમાં સ્પર્શાસ્પર્શની વિવેકમર્યાદા પાળવી પડે છે. પરંતુ મંદિર બહાર દરેક પોતપોતાની રીતે વર્તી શકે છે. (શિ.શ્લોક ૪૦) સ્ત્રીઓની ઉન્નતિ, વિકાસ અને શિક્ષણ માટે સ્વ.સંપ્રદાય અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
૫. સામાજિક કુરિવાજો અને અંધશ્રદ્ધાને તિલાંજલી
પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ અને તેના પ્રત્યે ઓરમાયું વર્તન, ધર્મના નામે આપઘાત - જેવી કે ભૈરવજપ ખાવો, કાશીએ કરવત મુકાવવો – વગેરે અનેક કુરિવાજો સમાજમાં પેસી ગયા હતા. સહજાનંદ સ્વામીએ આવા અનેક કુરિવાજોને દૂર કરવા સંનિષ્ઠ પ્રયત્નો કર્યા. ધર્મના નામે કે ધર્મસ્થાનમાં કોઈએ કોઈ પણ પ્રકારે આપઘાત ન કરવો તથા જાણ્યે અજાણ્યે કોઈ અધર્માચરણ થઈ ગયું હોય તો તેનું યથાશક્તિ પ્રાયશ્ચિત્ત કરવું. પરંતુ પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. (શિ.શ્લો. ૧૪, ૧૬) સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરવા સહજાનંદ સ્વામીએ આવા અનેક ધર્મદેશો આપ્યાં.
મંત્ર. તંત્ર, દોરાધાગા વગેરે કરીને ધર્મને નામે શ્રદ્ધાળુ લોકોની શ્રદ્ધાનું શોષણ