________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
નડિયાદમાં સહજાનંદ સ્વામી અને ખ્રિસ્તી ધર્મગુરુ બીશપ હેબરની એકવાર મુલાકાત થઈ. બન્ને ધર્મગુરુઓ ઉતારામાં ધર્માલાપ કરી રહ્યા હતા. એ વખતે સહજાનંદ સ્વામીના સેવકો અને બીશપના સેવકો (અંગરક્ષકો) વચ્ચે એક સરસ સંવાદ થયો. બીશપના સેવકોએ પૂછયું કે, તમે સહજાનંદ સ્વામીની સેવા કરો છો. તેના બદલામાં સહજાનંદ સ્વામી તમને શું મહેનતાણું આપે છે? ત્યારે કોઈએ કહ્યું, મહિને પાંચ હજાર, કોઈએ કહ્યું મહિને સાત હજાર આમ હજાર ઉપરની વાતો સાંભળીને બીશપના સેવકોને આશ્ચર્ય થયું. તેઓએ કહ્યું કે, આટલું મોટું મહેનતાણું સ્વામિનારાયણ ક્યાંથી આવે છે? ત્યારે સહજાનંદ સ્વામીના સેવકોએ કહ્યું કે અમો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા તે પહેલા અમારે વ્યસન પાછળ બહુ મોટો ખર્ચ થતો હતો. પરંતુ ભગવાનના આશ્રિત થયા પછી અમારા બધા વ્યસનો છૂટી ગયા છે. વ્યસનો પાછળ થતા ખોટા ખર્ચાઓની બચતને અમે અમારું મહેનતાણું ગણીએ છીએ.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા તો અનેક પ્રસંગો છે. આજે પણ સ્વા. સંપ્રદાયના સંતો અને ભક્તો નિર્બસની જીવન જીવે છે અને સમાજને પણ નિર્બસની બનાવવા માટે ભગીરથ પ્રયત્નો કરે છે.
દેખાદેખી, માનસિક તનાવ, કુસંગ વગેરેના કારણે કોઈ વ્યક્તિ એકવાર વ્યસનના ખોટા રવાડે ચડી જાય પછી તેને પાછો વાળવાનું કામ કપરુ છે. તેને સમજાવટ, પ્રેમ, ધ્યાન વગેરે વિવિધ ઉપાયો દ્વારા નિર્વ્યસની બનાવી શકાય છે. સ્વા. સંપ્રદાય દ્વારા વ્યસનોનું મૂળ કારણ જાણીને તેનો યોગ્ય ઈલાજ કરવામાં આવે છે.
વ્યસનોના રવાડે ચડી ગયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ન હોય તેવા લોકોને પણ દયાળુ સંતો એનકેન પ્રકારે સમજાવીને વ્યસનની ચુંગાલમાંથી છોડાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. વ્યસનમુક્તિની ઝુંબેશમાં સ્વા. સંપ્રદાયનું મોટું યોગદાન છે.
૨. સામાજિક સમરસતા
ભારતીય સમાજ અનેક જ્ઞાતિ, જાતિ, પ્રાંત અને પંથોમાં વહેંચાયેલો છે. દરેક માણસને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. પરંતુ જ્યારે તે પોતાને ઉચ્ચ અને બીજા નીચ માને ત્યારે સમાજમાં વૈમનસ્ય પેદા થાય છે. જ્ઞાતિ પ્રથા અંગેની ખોટી
* ૧૨૪ -