________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
રહેતો નથી. એટલે અજર અને અમર એવું સ્થાન એટલે કે મુક્તિની અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. પરમતત્ત્વ પ્રત્યે સમર્પણ અને શરણાગતિનો ભાવ આવે તો સમ્યક્ષ્ય સુધી પહોંચી શકાય છે. આ સમર્પણ અને શ્રદ્ધા હોય ત્યારે એક માતા બાળકની કાળજી રાખે છે તેમ પરમતત્ત્વ તમારી કાળજી રાખે છે.
પ્રભુ પાર્થને વિનંતી કરતાં અને આ સ્તોત્રમાં જણાવ્યું છે કે, “ભવોભવ મને ‘વ’ પ્રાપ્ત થાય.” આ બોધિ એટલે શું? આત્મસ્વરૂપનો બોધ, જ્ઞાન કે સાચી સમજણ તે બોધિ છે. પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય, આત્માનુભૂતિ થાય તો ઘણાં સંશયો ટળી જાય છે, જેથી મોક્ષ અવસ્થા, સમાધિ અવસ્થા કે બોધિસત્વની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે. પોતાના આત્મસ્વરૂપનો બોધ ત્યારે જ થાય કે જ્યારે સમ્યગ્દર્શન કે સમક્તિ પ્રાપ્ત થાય.
ભગવાન મહાવીર પછી લગભગ દોઢસો વર્ષ બાદ પૂ. ભદ્રબાહુસ્વામી દ્વારા માગધી ભાષામાં રચાયેલ આ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર'ના કોઈ ઊંડા ધાર્મિક કે આધ્યાત્મિક રહસ્યોની વાત કર્યા વગર માત્ર વ્યાવહારિક પાસાનો વિચાર કરીએ તો પણ આપણને એ સમજાય છે કે જીવનમાં મંગળ, કલ્યાણ, સમ્યત્વ, બોધિ વગેરેનો પ્રભાવ વધે, સાચી સમજણપૂર્વકની શ્રદ્ધા વધે તો જીવનમાં આવતી સારી-નરસી બધી પરિસ્થિતિમાં મનની શાંતિ ટકાવવામાં મદદ મળે છે. આપણા જીવનમાં આવતા આધિદૈવિક એટલે કે ભાગ્ય કે દેવકૃત ઉપસર્ગો અને આધિભૌતિક એટલે કે મનુષ્યકૃત ઉપસર્ગોનું આવા મંગળકારી સ્તોત્રો દ્વારા શમન કરી શકાય છે. આ સ્તોત્ર કે અન્ય કોઈ પણ સ્તોત્રનું માત્ર પોપટપાઠ રૂપે સ્મરણ કે જાપ કરવામાં આવે તેના બદલે સાથેસાથે જે તે સૂત્રના અર્થ અને ભાવને જાણીને તે સ્મરણ, માળા કે જાપ કરવામાં આવે તો તે વધારે અસરકારક અને ઉપયોગી નિવડે છે.
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જેવા દાર્શનિકે એક વાત ખૂબ સરસ કરી છે. તેઓ જણાવે છે કે, તમારા માટે પાણી લઈ આવતી વ્યક્તિથી અડધું પાણી ઢોળાઈ જાય છે આ ઢોળાઈ ગયેલું પાણી પાછું લાવવું એ તમારા હાથમાં નથી, પરંતુ તમારે તેના ઉપર ગુસ્સો કરવો કે ન કરવો તે તો તમારા જ હાથમાં છે. વળી આવા અડધા ભરેલા ગ્લાસ માટે “આ ગ્લાસ તો અડધો ખાલી છે' એવી
* ૧૦૦ –