________________
ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
ધવાતાં ક્રોધાવેશમાં આવીને તેણે આવું ભયંકર ધાતક પગલું ભરી લીધું, વાત સાવ નાની.. પણ અંજામ કેવો કરુણ...
આવી જ એક ઘટનાનો ઉલ્લેખ “અમેરિકાની એક સ્કૂલમાં વિદ્યાર્થીએ કરેલ ગોળીબાર' શીર્ષક હેઠળ વર્તમાનપત્રમાં થયો હતો. સમાચાર વાંચતાં જાણવા મળ્યું કે, અમેરિકાના એક શહેરની સ્કૂલમાં એક વિદ્યાર્થીએ પોતાના ટીચર સાથે થયેલા ઝઘડાના કારણે ક્રોધાવેશમાં આવીને આડેધડ ગોળીબાર કરી આતંક મચાવ્યો જેના કારણે કેટલાંક નિર્દોષ બાળકોએ જાન ગુમાવ્યા. જોકે સુશિક્ષિત ગણાતા અમેરિકા જેવા દેશમાં આવા બનાવો હવે તો છાશવારે જોવા મળે છે.
આજકાલ ખેડૂતોની આત્મહત્યાાન કિસ્સા વર્તમાનપત્રમાં વધુ જોવા મળે છે. ખેડૂતને તો જગતનો તાત ગણ્યો છે. છતાં તેની આવી દશા... કેવી કરુણતા કે તેને આવું કૃત્ય કરવા મજબૂર બનવું પડે છે... એનું કારણ ધનાલાલસાના લોભે શાહુકારો દ્વારા ઊંચા વ્યાજે અપાતી લોન... જેના ભાર તળે તેઓ આવું હિંચકારું કૃત્ય કરવા તૈયાર થાય છે.
આવા...આવા... સમાચારો વાંચીને બે ઘડી તો મનમાં એવું થાય કે શું દુનિયામાંથી માનવતા મરી પરવારી છે? કે પછી... આજનો ભણેલગણેલ વર્ગ સંસ્કારહીન બનતો જાય છે... પરંતુ આ બધી જ ઘટનાઓનું મૂળ શોધતાં ખબર પડે છે કે માનવીના આવા વિકૃત પરિણામો માટે જો કોઈ જવાબદાર હોય તો તે ક્રોધ, માન, માયા અને લોભરૂપે રહેલ આંતરિક ભાવો છે. આ ભાવોના સમુહને જ કષાય કહેવામાં આવે છે.
વસ્તુતઃ કષાયનો વેગ ખૂબ જ પ્રબળ હોય છે કે જે માનવીની બુદ્ધિને હરી લે છે, વિચારશકિત શૂન્ય બની જાય છે. તેનામાં વિવેક રહેતો નથી. સભ્યતા, શિષ્ટાચારનું ભાન રહેતું નથી અને ન કરવાનું કૃત્ય પણ કરી બેસે છે. માટે જ ક્રોધ, માન, માયા અને લોભ, કષાયને ચાંડાલ ચોકડી કહે છે. આ કષાયરૂપી લૂંટારાઓથી માનવી સતત લૂંટાતો જ રહે છે. આ લૂંયરાઓ અને સામાન્ય લૂંટારાઓમાં એ ફરક છે કે બીજા પ્રકારના લૂંટારાઓ તો ધન-સંપત્તિનું હરણ કરી ભાગી જાય છે, જ્યારે ક્રોધાદિરૂપ લૂંટારા આત્માની અમૂલ્ય સંપત્તિને લૂંટીને આત્મામાં જ છુપાઈને બેસી રહે છે. માટે તેને શાસ્ત્રોમાં આત્માના તસ્કર ગણવામાં આવ્યા છે.
૧૦૩..
*