________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
ઉપરોકાત સમસ્યાઓના નિવારણમાં અનાદિકાળથી ચાલ્યો આવતો વીતરાગ (જૈન) ધર્મ સહાયભૂત બની શકે છે - જો તેનું યોગ્ય અનુસરણ કરવામાં આવે તો મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક, પરમ તત્ત્વજ્ઞ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે કે, 'બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો ! જૈન જેવું એક્કે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એક્કે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો''.
આ લેખમાં મૃષાવાદ, ભ્રષ્ટાચાર અને અબ્રહ્મ (કુશીલસેવન)ના નિવારવામાં જૈન ધર્મના માર્ગદર્શન અંગે વિચારણા કરીશું.
મૃષાવાદ (અસત્ય વચન
અસત્યનો આશ્રય લઈને માણસ પહેલા લાભ ખાટે છે, પરંતુ આખરે પોતે જ મૂળમાંથી ઉખડી જાય છે, સત્યમેવ ાવો, નાન્તમ્ ।
જૈન દર્શનમાં શ્રાવક માટે પાંચ અણુવ્રતો અને સાધુ માટે પાંચ મહાવ્રતો પાળવાની વાત આવે છે. તેમાં અસત્ય વચનનો પરિહાર કરવાનું જણાવ્યું છે. જૈન દર્શનના એક આમ્નાયમાં આત્માના દશ ધર્મો (ઉત્તમ ક્ષમા, માદેવ આર્જવ આદિ)નો ઉલ્લેખ આવે છે, તેમાં ‘ઉત્તમ સત્ય’નો સમાવેશ થાય છે. પરપરિવાદ, ફૂટલેખન, બીજાની વસ્તુ પચાવી પાડવી, વચનભંગ કરવો, બીજાની નિંદા કરવી વગેરે સત્ય અણુવ્રતના અતિચારો છે. જૈન ધર્મમાં ચાર ધ્યાનનો ઉલ્લેખ છે – આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. તેમાં રૌદ્રધ્યાન અંતર્ગત મૃષાનંદીનો સમાવેશ થાય છે, મુખાનંદી એટલે અસત્ય વચનો બોલી તેમાં આનંદ માનવો.
જૈન ધર્મમાં હિત, મીત અને પ્રિય વચનો બોલવાનું કહ્યું છે. ‘ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો ઔર જરૂરત હોને પર બોલો''.
“મધુર વચન હૈ ઔષધિ, કટુ વચન હૈ તીર, વશીકરણ ચહુ મંત્ર હૈ, પરિહરુ વચન કઠોર'' “કુદરતકો નાપસંદ હૈ સબ્ની જબાનમેં, પૈદા ન હુઇ ઈસલિયે હડ્ડી જબાનમેં’
૧૧૨ ૦.