________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
૧ ૫.
સાંપ્રત સમસ્યા અને જૈન ધર્મ સમ્યક જ્ઞાનનો અભાવ | ધર્મની સત્ય સમજનો અભાવ
] રીના એ. શાહ - અમદાવાદ
મોંઘવારી, ભ્રષ્ટાચાર, વસ્તીવધારો, આતંકવાદ, અસ્વચ્છતા, અનામત, ધર્મપરિવર્તન, માંસાહાર, વ્યભિચાર, ગેંગરેપ, પ્રમાદ, ખેતી કે ઢોરઉછેર - પશુપાલનમાં નિરસતા વગેરે અનેક સમસ્યાઓ વર્તમાનમાં પ્રવર્તી રહી છે, પરંતુ આ બધી સમસ્યાઓના મૂળમાં કઈ સમસ્યા છે, તે જો વિચારવામાં આવે તો બહ સહેલાઈથી દરેક સમસ્યાનો અંત આવી શકે તેમ છે, જેમ માતા-પિતાની આસપાસ સાત ફેરા કરીને ગણેજીએ બધાં જ તીર્થોનાં દર્શન કરી લીધાં હતાં.
તો, દરેક સમસ્યાઓનું મૂળ એક મોટી સમસ્યા છે - તે છે સમ્યક જ્ઞાનનો અભાવ અથવા ધર્મની સાચી સમજનો અભાવ.
મોટા ભાગે દરેક મનુષ્ય જે કુળમાં જન્મ્યો હોય છે તે કુળમાં જ જે ધર્મ ચાલ્યો આવતો હોય છે તેને જ સાચો ધર્મ સમજતો હોય છે. જેને શ્રીમદ્ રાજચંદ્રજી કુળધર્મ કે કુળગુરુ પ્રત્યેનું મમત્વ કહે છે તેમ જ શ્રી દેવચંદ્રજી મહારાજ એને “દૃષ્ટિરાગ” કહે છે. જેને દરેક સમસ્યાઓનું સમાધાન જોઈએ છે તેને સૌપ્રથમ કુળધર્મથી પર અત્યંત તટસ્થ થવું પડે અને જાણવું પડે કે સાચું સુખ, સાચી શાંતિ કેવી રીતે મળે? કારણ કે, જીવમાત્ર સુખને ઇચ્છે છે, દુઃખને ઇચ્છતા નથી.
* ૧૧૮
–