________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
તેના માટે સૌથી પહેલાં તો સાચા સુખની વ્યાખ્યા સમજવી પડે. ભગવાન મહાવીર કહે છે કે, સ્વાધીન હોય તે સુખ. જ્યાં પરાધીનતા છે ત્યાં સુખ નથી, પણ દુઃખ જ છે. શ્રી યશોવિજયજી મહારાજ “આઠ દૃષ્ટિની સઝાય’માં કહે છે,
સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ”. શ્રીમદ્ રાજચંદ્રજીએ પરવશતાને નરકના દુઃખ સમાન ગણાવી છે. આચાર્ય શ્રી કુંદકુંદદેવે શ્રી પ્રવચનસારમાં સુખ અનેદુઃખને દર્શાવતી બે ગાથા લખી છે,
પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે; જે ઇંદ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬
અર્થાત્ જેમાં અન્ય વસ્તુ કે વ્યક્તિની જરૂર પડે, જેમાં કંઈ ને કંઈ બાધા આવે, જે અખંડસ્વરૂપે ન મળે, જે કર્મબંધનું કારણ છે, જે એકસરખું નથી, જે પાંચ ઈન્દ્રિયોને આધીન છે તે સુખ નથી, પણ દુઃખ જ છે.
બીજી ગાથા છે - અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને; વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગ પ્રસિદ્ધને. ૧૩
અર્થાત્ જે અતિશય છે, જે આત્માથી જ પોતામાંથી જ) ઉત્પન્ન થયેલું છે, જે પાંચ ઇન્દ્રિયોના વિષયોથી રહિત છે, જેને કોઈ ઉપમા આપી શકાય તેવું નથી, જે અનંત છે, જે હંમેશાં મળે છે તે સુખ સાચું સુખ છે - તે જ આત્માનું સુખ છે, અને તે પ્રાપ્ત કરવા માટે આત્માનું સ્વરૂપ સમજવું પડે કે આત્માનું સંપૂર્ણ, સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક સ્વરૂપ જેવું જૈન દર્શનમાં બતાવ્યું છે, તેવું બીજા કોઈ દર્શનમાં નથી. શ્રીમાન આનંદઘનજી કહે છે,
“જિનવરમાં સઘળાં દરિશ છે, દરિશણે જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.” ૬ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે, ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એક. ૪૪ આ.સિ.
* ૧૧૯ –