________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
એટલે કે, (૧) “આત્મા છે' (૨) “આત્મા નિત્ય છે' (૩) “આત્મા કર્મનો કર્તા છે' (૪) “આત્મા કર્મનો ભોક્તા છે” (૫) “મોક્ષ છે” (૬) “મોક્ષનો ઉપાય છે - આ છ સ્થાનકમાં છએ દર્શન સમાઈ જાય છે.
શ્રી દોલતરામજી છઃ ઢાળામાં કહે છે, “આતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા વિન કહીએ; આકુલતા શિવમાંહિ ન તાર્મ, શિવમગ લાગ્યો અહિયે.” ત્રીજી ઢાળ
એટલે કે, નિરાકુળતા તે જ સાચું સુખ છે અને તે નિરાકુળતા મોલમાં છે. તો મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો? તેનો રસ્તો શું?
શ્રી ઉમાસ્વાતિ આચાર્ય શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહે છે, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગઃ ૧. અ-૧
એટલે કે, સાચી શ્રદ્ધા કરવી, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું તથા સાચું આચરણ કરવું તે મોક્ષમાર્ગ છે.
તે માટે સૌપ્રથમ છએ દર્શનનાં પારગામી અને આત્માના અનુભવી એવા જ્ઞાની પુરુષની ખોજ કરવી અને જો એવા જ્ઞાની પુરુષ મળી જાય તો તેમના આશ્રયે સાચા ધમનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ બરાબર સમજવું. પછી તેની શ્રદ્ધા કરવી, તેનો અભ્યાસ કરવો. જ્યારે પોતાને પણ તેવો આત્માનો અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે અને આત્મા વિષેનું જે સાચું જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. તે પછી આત્માની સંપૂર્ણ દશા પ્રાપ્ત કરવાનો જે પુરુષાર્થ કરવામાં આવે તે સમ્યચ્ચારિત્ર છે.
આવો મોક્ષમાર્ગ છે, સાચા સુખનો માર્ગ છે, મૂળમાર્ગ છે. શ્રી કુંદકુંદાચાર્ય કહે છે –
મુનિલિંગ વા ગૃહીલિંગ, એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર દર્શન જ્ઞાનને, બસ મોક્ષમાર્ગ જિનો કહે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે - લિંગ અને ભેદો જે વ્રતનાં રે, દ્રવ્ય દેશ કામાદિ ભેદ; મૂળ.
- ૧૨૦
–