________________
મમમ
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન
ક
રક્ષણ માટે જૈનદર્શનમાં નવ વાડ બતાવવામાં આવી છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા સંતસમાગમ, કુનિમિત્તોનો ત્યાગ અને અશ્લીલ સાહિત્યનો ત્યાગ અનિવાર્ય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘ભગવાન મહાવીરના બોધને પાત્ર કોણ?” અંતર્ગત ‘બ્રહ્મવ્રતમાં પ્રીનિમિાન”નો ઉલ્લેખ કરેલ છે.
“આરામ હિંદ ચાહો તો આ રામ પાસ,
અગર કંઠે મેં પડના ચાહો, તો જા કામ પાસ''
એકવાર મૈથુનનું સેવન કરવાથી ૯ લાખ સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે એમ જિનાગમમાં કહ્યું છે. ‘શ્રી સૂત્રકૃતાંગ’માં કહ્યું છે, “તવેસુ વા ઉત્તમ હંમઘેમ્।’ માંડવગઢના મહામંત્રી પેથડશાહે ૩૨ વર્ષની વયે સજોડે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું હતું. તેઓએ પરિધાન કરેલાં વસ્ત્રો જે પહેરે તેના હઠીલા રોગો પણ નાબૂદ થઈ જતા !
જૈન દર્શનમાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓ પૈકી છઠ્ઠી દિવામૈથુનત્યાગ અને સાતમી બ્રહ્મચર્ય પ્રતિમા છે. ‘દશવૈકાલિક સૂત્ર’માં કહ્યું છે કે, હાથ-પગ જેનાં કપાયેલાં છે તેવી કાન, નાક, વગરની ૧૦૦ વર્ષની વૃદ્ધ સ્ત્રી હોય તો પણ મુનિ કદી તેની સામે નજર સ્થિર ન કરે, તો પછી નાની વયની સ્વરૂપવતી સર્વ અંગપ્રત્યંગોવાળી અલંકૃત નારી તરફ તો દિષ્ટ કરાય જ કેમ? અધર્મનું મૂળ, મહાદોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપ-પ્રલાપ તેનો નિશ્ચે ત્યાગ કરવો.
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે કે, મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તો કોઈ વિરલા જીવ પાળી શકે છે,; તો પણ લોકલાજથી બ્રહ્મચર્ય પળાય તો તે ઉત્તમ છે. અનંતા જ્ઞાની-પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત ક્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય અધ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી તે જ પરમાત્મા છે. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડવૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય” અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર આદિ ભર્યાં હોય તેને જોવાનું કહે તો અરુચિ થાય. તેવી જ રીતે સ્ત્રી-પુરુષના શરીરની રચના છે, પણ ઉપરની
૧૧૬