________________
ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
એ
બાદ દુર્ગતિને પ્રાપ્ત કરે છે. મહાપુરુષો તો તે પાપરૂપ ધનનો સ્વીકાર કરતા નથી. પૈસો એ શ્રાવક માટે જીવનનું સાધન છે, જીવનનું ધ્યેય નહીં. સદાચાર એ જીવન છે, તો દુરાચાર એ મરણ છે. પર પદાર્થો પ્રત્યેની સ્પૃહાને કારણે વ્યક્તિ ભ્રષ્ટ આચરણ કરે છે, પરંતુ 'જ્ઞાનસાર' ગ્રંથમાં કહ્યું છે,
‘“પરસ્પૃહા મહાદુ:સ્તું નિ:સ્પૃહત્વ મહામુલમ્ । दुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ "
जीवितं स्वल्पकालं नः सहागामि न किश्चन् । पुनर्जन्म यथाकर्म तत् सत्कर्मा सदा भवेत् ॥
અર્થાત્ આપણું જીવન અલ્પ કાળનું છે, મૃત્યુ બાદ સાથે કંઈ આવતું નથી. વળી, પુનર્જન્મ પોતાના કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે. માટે માણસે સત્કર્મો કરવાં જોઈએ.
અબ્રહ્મ (કૃશીલ સેવન) “નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.
પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.''
જૈન ધર્મમાં સાધુના પાંચ મહાવ્રતો અને શ્રાવકના પાંચ અણુવ્રતોમાં બ્રહ્મચર્યને સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી મોટું વ્રત અહિંસાવ્રત છે અને સૌથી કઠિન વ્રત તે બ્રહ્મચર્ય છે. જૈન મુનિને સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત હોય છે, જ્યારે શ્રાવકને સ્વદારાસંતોષ વ્રત હોય છે. પોતાની ધર્મપત્ની સિવાય પોતાનાથી નાની સ્ત્રીને પુત્રી સમાન, સમવયસ્કને બહેન સમાન અને પોતાથી મોટી સ્ત્રીને માતા સમાન માનવી તે ગૃહસ્થનું બ્રહ્મચર્ય વ્રત છે. બહેનોએ આ બાબત ભાઈઓ અંગે સમજવી.
જોકે અનાદિકાળથી જવને સ્પર્શેન્દ્રિયના ગાઢ સંસ્કાર છે એટલે તે વિષયનો ત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે, છતાં દૃઢનિશ્ચય, વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા તેને જીતી શકાય છે. વ્યવહારથી બ્રહ્મચર્યનો અર્થ સ્ત્રી (પુરુષ)નો અપરિચય કરવો તે છે અને નિશ્ચયથી આત્મામાં ચર્યા (રમણતા) કરવી તેવો અર્થ છે. બ્રહ્મચર્યના
૧૧૫