________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક
ભ્રષ્ટાચાર
“ભ્રષ્ટાચાર બન ગયા હે દેશકા અબ ફેશન, પ્યાર સે ચલ રહા, ઑફિસ હો યા સ્ટેશન''.
ભ્રષ્ટાચારનો વાયુ ચારેબાજુ વહે છે. આજે ભાગ્યે જ કોઈ ક્ષેત્ર ભ્રષ્ટાચારથી વિંચત હશે. ભ્રષ્ટાચારરૂપી ઊધઈએ અનેક દેશોને કોરી ખાધા છે. અનેક લોકોનું જીવન જીવવું ભ્રષ્ટાચારને કારણે મુશ્કેલ બની ગયું છે. ભ્રષ્ટાચાર અને રાજકારણને જૂનો નાતો છે.
જૈન દર્શનમાં સદાચાર પાલનને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જૈન દર્શનમાં પ્રાથમિક ભૂમિકામાં મોટાં ૭ વ્યસનોનો શ્રાવકને ત્યાગ કરાવવામાં આવે છે. -
જુઆ, આમિષ મંદિરા દાસ, આઠેક ચોરી પરનારી,
એકિ સપ્ન વ્યસન દુઃખદાઈ, દુરિત મૂલ દુર્ગત કે જાઈ'.
શ્રાવકો માટે પાંચ અણુવ્રતોનું પાલન અને ત્રણ મ’કારનો (મઘ, માંસ, મદિરા)નો ત્યાગ એમ અષ્ટ મૂળ ગુણોને ધારણ કરવા અનિવાર્ય છે. સાથે પાંચ ઉદંબર ફળો (વડના ટેટા, પીપળના ટેટા, પાકર, અંજીર, ઉમરડાં)નો ત્યાગ પણ આવશ્યક છે. જૈન ધર્મમાં ક્યું છે કે, સત્સંગ, સશ્રુતનો અભ્યાસ અને સદાચારનું પાલન એ આત્મદશા પ્રબળ થવાનાં સાધન છે. જૈન દર્શનમાં માર્ગાનુસારીના ૩૫ ગુણો બતાવ્યા છે; જેમાં પ્રથમ ન્યાયનીતિ સંપન્ન આજીવિકાનો ગુણ છે. આ અંગે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઇએ, નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. વ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષનાં વચનનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે.’’ જે અનીતિથી, અન્યાયથી ધનનો સંચય કરે છે તે પોતે પોતાને જ ઠગે છે. અનેક પાપો કરીને ઉપાર્જન કરેલા ધનની મૂર્છા (આસક્તિ)ના કારણે જાવન મૃત્યુ
૧૧૪.