________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
અભિમાનનો, સરળતાથી માયાનો અને સંતોષથી લોભનો નાશ થઈ શકે છે. જેમ ઘોર અંધકાર પ્રકાશના એક કિરણથી નાશ પામે છે તેમ આત્મગુણરૂપી પ્રકાશ કિરણથી દોષ-કષાયરૂપી અંધકાર નાશ પામે છે. આમ ચોર કષાયનો પરિત્યાગ કરવાથી વીતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. કષાય મુક્ત જીવ રાગદ્વેષથી રહિત બની જાય છે. તેને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખની પ્રાપ્તિમાં ઉદ્વેગ થતો નથી, પરંતુ સુખ અને દુઃખમાં સમાન બુદ્ધિ રાખે છે. કષાય મમમ “વષય મુવિત: વિમુવિસ્તરેવ” કષાયથી મુક્ત થવું તે સાચી મુક્તિ.
ખરેખર ! કષાયવિજયનો અભ્યાસ તથા પુરુષાર્થ સહુ આદરે તો આ વિશ્વ નંદનવન સમુંબની જાય...
- અસ્તુ. સંદર્ભ પુસ્તક સૂચિ: ૧. શ્રી દશવૈકાલિક સૂત્ર – પ્રકાશક - શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન ૨. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર – પ્રકાશક – શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન ૩. મોક્ષ મારી હથેળીમાં - વ્યાખ્યા - શ્રી પન્નાજી મહાસતીજી ૪. શ્રી સ્થાનાંગ સૂત્ર - ભાગ - ૧
(જૈન ધર્મના અભ્યાસુ રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર Ph.D. કર્યું છે. લિપિ વાચન અને જૈન શિક્ષણમાં રસ ધરાવે છે).
- ૧૧૦ –